લાઠી પંથકના ૪૦ ગામોના સરપંચોનું સંમેલન યોજાયું

712

લાઠીના ૪૦ ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચોનું સંમેલન જીતુભાઇ વાળાની અધ્યક્ષતામાં ભુરખિયા ખાતે મળ્યું સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને પડતી મુશ્કેલીઓ અંગે વિસ્તારપૂર્વક ચર્ચાઓ કરાઈ હતી. પંચાયતોની જાણ બહાર હોડીગ લગાડવાનો ખર્ચ પંચાયતે ચૂકવવાના નિર્ણયથી નારાજ સરપંચો ૨૫૦૦૦ હજારના ખર્ચે તૈયાર થતા હોડીગનો ખર્ચ ૫૫૦૦૦ હજાર પંચાયતોએ ચૂકવવાનો પંચાયતોની જાણ બહાર કોન્ટ્રક આપતા સરકારની નીતિ સામે રોષ વ્યક્ત કરાયો હતો.

સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થા ઓ માં વિકાસ ની કેડી કંડારતી દરખાસ્તો માં ભાજપ પ્રેરિત કે કોંગ્રેસ પ્રેરિત પંચાયત ના દ્રષ્ટિ કોણ થી જોવા ની પદ્ધતિ અંગે નારાજગી વ્યક્ત કરતા સરપંચો ને વિકાસ કામો ના બિલ ચૂકવવા માં ભારે કસરત કરવી પડતી હોય તે અંગે સરકાર માં ધ્યાન દોરતી  રજુઆત સહિત પંચાયતો ને વિકાસ કામો ની દરખાસ્તો વિકાસ ની ગ્રાન્ટ બુનિયાદી સુવિધા ઓ સરળી કરણ અને ઝડપી બનાવવા નામદાર સરકાર ના પંચાયત મંત્રી અને જિલ્લા કલેકટર વિકાસ કમિશનર સુધી લેખિત ધ્યાન દોરવા આ સંમેલન માં નક્કી કરાયું હતું સામાજિક અગ્રણી જીતુભાઈ વાળા ની અધ્યક્ષતા માં ઈંગોરાળા સરપંચ દિનેશભાઇ જસાણી હવતડ  રાજેશગીરી મતિરાળા ગણેશભાઈ પાડરશીંગા શાહ ધામેલ માધુભાઈ ચિતળિયા  ધામેલ પરા મધુભાઈ કાકડીયા દહીંથરા બટુકભાઈ રાઠોડ આંબરડી અશોકભાઈ તળાવીયા શાખપુર તેજાભાઈ વીરપુર મગનભાઈ જાદવ કાચરડી ગોબરભાઈ ભટવદર અશ્વિનભાઈ આંબરડીપરા નિલેશભાઈ ડેર રાભડા કાળુભાઇ પરમાર રામપર સંજયભાઈ સતાણી ભાલવાવ નાગજીભાઈ ધ્રુફણીયા ગીતાબેન બાર પીપળવા વિઠલભાઈ ભીંગરાડ કાળુભાઇ હીરાણા કાનજીભાઈ કરકોલીયા ભગવાનભાઈ શેખપીપરિયા સંજયભાઈ છભાડીયા અફસાનાબેન કેરિયા ઠાકરશીભાઈ સુવાગઢ ચંડીદાન ગઢવી સહિત અનેકો ગ્રામ્ય ના સરપંચો એ હાજરી આપી પંચાયતી ને પજવણી કરતા મુદા ઓ અંગે ચર્ચા ઓ અને સરકાર માં રજુઆત માટે એક પ્રતિનિધિ મંડળ બનાવી પંચાયત મંત્રી વિકાસ કમિશનર સહિત ઉચ્ચકક્ષા એ સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થા ઓ ને પડતી મુશ્કેલી ઓ અંગે રજૂઆત થનાર હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું.

Previous articleબેંક કર્મચારીઓના સુત્રોચ્ચાર
Next articleમાંડવડા-ર શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ