અનુપ્રિયા પટેલ અધવચ્ચેથી કાર્યક્રમ છોડીને દિલ્હી ફર્યા

884

એનડીએથી નારાજ થનારી પાર્ટીઓની યાદીમાં વધુ એકનું નામ ઉમેરાયુ છે. આ લિસ્ટમાં હવે અનુપ્રિયા પટેલની પાર્ટી ‘અપના દલ’નું નામ પણ જોડાઈ ગયું છે. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (રાલોસપા)ને એનડીએ છોડીને મહાગઠબંધનમાં સામેલ થયાને હજી વધારે દિવસો પણ નથી થયા અને હવે એનડીએની વધુ એક સહયોગી પાર્ટી ‘અપના દલ’ પણ એનડીએથી નારાજગી વ્યક્ત કરી છે. અપના દલનું કહેવું છે કે તેમની પાર્ટીને તે માન-સન્માન નથી મળી રહ્યું કે જેના તેઓ હકદાર છે.

જાણવા મળ્યું છે કે, અનુપ્રિયા પટેલ અને તેમના પતિ આશીષ યૂપી ત્યાં સુધી કોઈ પણ સરકારી કાર્યક્રમમાં હાજરી નહીં આપે જ્યાં સુધી કોઈ રાજકીય પાર્ટી આ મામલાને થાળે ન પાડી દે. અપના દલની દલીલ છે કે અનુપ્રિયા પટેલ સ્વાસ્થ્ય વિભાગમાં કેન્દ્રીય મંત્રી છે પરંતુ રાજ્યમાં કેન્દ્રના સહયોગથી યોજાયેલા સ્વાસ્થ્ય વિભાગના કાર્યક્રમમાં પણ તેમને આમંત્રિક કરવામાં આવ્યા નહતા.

‘અપના દલ’ પાર્ટીનું કહેવું છે કે, તેમની પાર્ટી ફક્ત કહેવાની જ સહયોગી પાર્ટી બનીને રહી ગઈ છે. જણાવી દઈએ કે, યૂપીમાં અપના દલના નવ ધારાસભ્ય અને એક એમએલસી છે. જાણવા મળ્યું છે કે યૂપીના તમામ કાર્યક્રમો રદ્દ કરીને અનુપ્રિયા પટેલ દિલ્હી આવી ગયા છે. કેન્દ્ર સરકારના મંત્રી અનુપ્રિયા પટેલને બુધવારે દેવરિયામાં મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરવાના હતા. પરંતુ તેમણે પોતાનો કાર્યક્રમ રદ્દ કરીને દિલ્હી પરત ફર્યા છે.

Previous articleબિનભાજપ અને બિનકોંગ્રેસ ગઠબંધનના પ્રયાસો વધુ તીવ્ર
Next articleગેરકાયદેસર શિકાર કરતા ચિત્રાંગદાના પૂર્વ પતિ રંધાવાની ધરપકડ