સલમાન ખાનના જન્મદિને ચાહકોએ આપેલ શુભેચ્છા

995

બોલિવૂડના સુપર સ્ટાર અભિનેતા સલમાન ખાનના જન્મ દિવસે ચાહકોએ આજે શુભેચ્છા પાઠવી છે. બોલિવૂડમાં હાલના સૌથી મોટા સ્ટાર તરીકે તેને ગણવામાં આવે છે. તેની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર છેલ્લા ઘણા સમયથી ધૂમ મચાવી રહી છે. સોસીયલ નેટવર્કિંગ સાઈટ ઉપર પણ સલમાનને શુભેચ્છા આપનાર ચાહકોની સંખ્યા ખૂબ મોટી રહી છે. સવારથી જ સલમાન ઉપર શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ ગયોહતો.સ્ટાર સલમાન ખાનની મોટાભાગની જે ફિલ્મો હાલમાં બોક્સ ઓફિસ ઉપર સફળ રહી છે તેમાં રેસ-૩, સુલ્તાન ફિલ્મનો સમાવેશ થાય છે. તે પહેલા  પ્રેમ રતન ધન પાયો અને બજરંગી ભાઈજાન પણ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. સલમાન કોમર્શિયલ રીતે સુપર સ્ટાર તરીકે રહ્યો છે. સલમાને તેના સ્પર્ધક શાહરૂખ અને આમીરને ખુબ પાછળ છોડી દીધા છે. તે હાઇએસ્ટ કમાણી કરનાર સેલિબ્રિટીમાં પ્રથમ સ્થાને રહ્યો છે. સલમાને પાનવેલ ફાર્મહાઉસ ખાતે ભત્રીજા અહિલ સાથે ૫૩માં જન્મ દિવસની ઉજવણી કરી હતી.દબંગ, દબંગ-૨, રેડ્ડી, એક થા ટાઈગર અને કિક બોક્સ ઓફિસ ઉપર રેકોર્ડ સફળતા મેળવી ચુકી છે. ૨૭મી સપ્ટેમ્બર ૧૯૬૫ના દિવસે જન્મેલો સલમાન જાણીતા પટકથાકાર સલીમ ખાનનો પુત્ર છે. સલમાને પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત બીબી હો તો ઐસી મારફતે કરી હતી પરંતુ તેની મુખ્ય અભિનેતાવાળી પ્રથમ ફિલ્મ મેને પ્યાર કિયા રહી હતી જેમાં તેને ફિલ્મ ફેર એવોર્ડ બેસ્ટ ડેબ્યુનો જીતી ગયો હતો. ત્યારબાદ તેની તમામ ફિલ્મો સુપર હિત સાબિત થઈ છે જેમાં ૧૯૯૧માં રજૂ થયેલી સાજન, ૧૯૯૪ની હમ આપ કે હૈ કોન, ૧૯૯૫ની કરણ અર્જુન, ૧૯૯૯ની હમ સાથ સાથ હૈનો સમાવેશ થાય છે. આજે સલમાનના ૫૩માં જન્મદિવસે પાર્ટીમાં સલમાન ખાનની સાથે સુષ્મિતા સેન ડાન્સ કરતી નજરે પડી હતી. તેની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર છેલ્લા ઘણા સમયથી ધૂમ મચાવી રહી છે. સોસીયલ નેટવર્કિંગ સાઈટ ઉપર પણ સલમાનને શુભેચ્છા આપનાર ચાહકોની સંખ્યા ખૂબ મોટી રહી છે. સવારથી જ સલમાન ઉપર શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ ગયોહતો.સ્ટાર સલમાન ખાનની મોટાભાગની જે ફિલ્મો હાલમાં બોક્સ ઓફિસ ઉપર સફળ રહી છે તેમાં રેસ-૩, સુલ્તાન ફિલ્મનો સમાવેશ થાય છે. તે પહેલા  પ્રેમ રતન ધન પાયો અને બજરંગી ભાઈજાન પણ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. સલમાન કોમર્શિયલ રીતે સુપર સ્ટાર તરીકે રહ્યો છે.  સલમાને તેના સ્પર્ધક શાહરૂખ અને આમીરને ખુબ પાછળ છોડી દીધા છે.

સલમાન અંગે રસપ્રદ બાબત

*૧૯૮૮માં સહાયક અભિનેતા તરીકે સલમાનની પ્રથમ ફિલ્મ બીબી હો તો ઐસી રજૂ થઈ હતી. ફિલ્મમાં ફારુક શેખ અને રેખાની મુખ્ય ભૂમિકા હતી

*૧૯૮૯માં અભિનેતા તરીકે સલમાનની પ્રથમ ફિલ્મ મેને પ્યાર કિયા રજૂ થઈ હતી

*આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર રેકોર્ડ સફળતા મેળવી ચૂકી હતી

*ફિલ્મ રજૂ થતા પહેલા સલમાનની સંગીતા બિઝલાની સાથે રોમાન્સની ચર્ચા હતી

*વર્ષ ૨૦૦૪માં પીપલ્સ મેગેઝિને સલમાનને બેસ્ટ લુકીંગ મેન ઇન ધ વર્લ્ડની યાદીમાં ભારતમાં પ્રથમ સ્થાને મૂક્યો

*સલમાન ધર્મેન્દ્રનો હમેશા ચાહક રહ્યો છે. આજે પણ સલમાનના પસંદગીના અભિનેતા તરીકે ધર્મેન્દ્ર જ છે

*સલમાન ધર્મેન્દ્રની સાથે પ્યાર કિયા તો ડરના ક્યાંમાં કામ કરી ચૂક્યો છે

*એમ કહેવામાં આવે છે કે ધર્મેન્દ્રએ આ ફિલ્મમાં કામ કરવા માટે એક પણ રૂપિયો લીધો ન હતો

*ધર્મેન્દ્રનું કહેવું છે કે સલમાન તેને પોતાની જવાનીના દિવસો યાદ અપાવે છે

*હેમામાલિનીને સલમાન પસંદગીની અભિનેત્રી તરીકે ગણે છે

*બોક્સ ઓફિસ ઉપર સલમાનની લોકપ્રિયતા તમામ કલાકારો કરતા વધુ રહી છે

*સલમાન અને શાહરૂખ ખાન વચ્ચેની દુશ્મની તમામમાં જાણીતી રહી છે

*સલમાન અને આમિર ખાનની મિત્રતા ખૂબ જાણીતી રહી છે

*વર્ષ ૨૦૦૬માં દિવાળી ઉપર સલમાનની જાનેમન અને શાહરૂખની ડૉન ફિલ્મ રજૂ થઈ હતી. એ વખતે સલમાન અને શાહરૂખની મિત્રતા મજબુત હતી. અનેક અભિનેત્રીઓ સાથે તેના પ્રેમ સંબંધની ચર્ચા રહી છે જેમાં સોમી અલી બાદ અશ્વૈર્યા રાયનો પણ સમાવેશ થાય છે

*સલમાન અને ઐશ્વર્યાના સંબંધ તૂટ્યા બાદ વિવેક સાથે સલમાનની બોલાચાલી થઈ હતી

*વિવેકે સલમાનની માફી માગી હતી પરંતુ વિવેકને સલમાને હજુ સુધી માફ કર્યો નથી

*સલમાનના નજીકના લોકોનું કહેવું છે કે જો તે કોઈના ઉપર ગુસ્સે થાય છે તે સરળતાથી માફ કરતો નથી.

Previous articleભાવનગર જિલ્લા ના તળાજા ના માથાવડા પ્રાથમિક શાળાના એક શિક્ષક દ્વારા કેટલાક નાના ભુલાકાઓને ઢોર માર મારતો હોવાનો વિડિઓ વાયરલ
Next article’મણીકર્ણિકા’ જોતા જ ટીકાકારોની બોલતી બંધ થઇ જશે : કંગના રનૌત