દેશના તમામ ચોરને ચોકીદાર યોગ્ય જગ્યા પર પહોંચાડી દેશે

689

મિશનલ પૂર્વાંચલ હેઠળ ગાજીપુર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાજા સુહેલદેવ ઉપર ટપાલ ટિકિટ જારી કરીને કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે લોન માફીના નામ ઉપર કોંગ્રેસે ખેડુતોને લોલીપોપ આપી દીધા છે. તેમણે કહ્યું હતું કે દેશની જનતાના ભવિષ્યને વ્યવસ્થિત કરવા માટે તેમના ચોકીદારે દિન રાત એક કરી દીધા છે. જો લોકોના આશિર્વાદ રહેશે તો એક દિવસ એવો આવશે જ્યારે તમામ ચોરને તેમની યોગ્ય જગ્યાએ પહોંચાડી દેવામાં આવશે. ચોકીદારના કારણે અનેક ચોરોની ઉંઘ હરામ થયેલી છે. એક દિવસ આ તમામ ચોરને તેમની યોગ્ય જગ્યાએ પહોંચાડી દેવામાં આવશે. રેલી દરમિયાન ખેડુતોની લોન માફીના મુદ્દા ઉપર કોંગ્રેસને ઘેરતા મોદીએ કહ્યું હતું કે કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીએ તમામ લોન માફ કરવાના નામ ઉપર લોકો પાસેથી મત માંગ્યા હતા પરંતુ લોન માત્ર ૮૦૦ લોકોની જ માફ કરાઈ છે. સરકાર બન્યા બાદ લોન લેનાર તમામ ગરીબ ખેડૂતોની પાછળ પોલીસ લગાવી દેવામાં આવી હતી. જેથી લોનન ચુકવણી કરવા માટે તેમના ઉપર દબાણ લાવવામાં આવી શકે.

રાજકીય લાભ ઉઠાવવા માટે આ પ્રકારના ફેંસલાથી દેશની સમસ્યાઓનો ઉકેલ આવી શકે નહીં. મોદએ કહ્યું હતું કે ૨૦૦૯ ચુંટણીથી પહેલા લોલીપોપ આપનાર લોકોએ દેશભરમાં લોનમાફીનું વચન આપ્યું હતું અને આ મુદ્દા ઉપર સરકાર પણ બની હતી પરંતુ ચુંટણી બાદ લોકોને ભુલાવી દેવામાં આવ્યા હતા. જે વખતે કોંગ્રેસે આ વચન આપ્યું હતું તે વખતે છ લાખ કરોડ રૂપિયાની કુલ લોન ખેડુતો પર હતી. સરકાર બન્યા બાદ ખેડુતોની આંખમાં ધુળ નાખીને માત્ર ૬૦ હજાર કરોડ રૂપિયાની લોન માફી કરવામાં આવી હતી. આમાંથી પણ ૩૫ લાખ લોકો એવા હતા જેમની લોન માફી થઈ હતી. આ લોકો ખેડુત  ન હતા.. મોદીએ કહ્યું હતું કે આ લોન માફીના કોઈ પ્રમાણપત્ર લાખો ખેડુતોને આપવામાં આવ્યા નથી. જેના કારણે આ ખેડુતોને મોડેથી વ્યાજ સહિત લોનની રકમ પરત કરવાની ફરજ પડી હતી. આવા ખેડુતો બીજી વખત લોન લેવા માટે લાયક પણ રહ્યા ન હતા. આવી સ્થિતિમાં કોંગ્રેસની સરકારોથી સાવધાન રહેવામાં આવે તે જરૂરી છે. મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના શાસનકાળમાં જો સ્વામીનાથન કમિશનની ભલામણો અમલી કરવામાં આવી હોત તો ૧૧ વર્ષ પહેલા જ ખેડુતોની સ્થિતિ સુધરી ગઈ હોત અને આજે દેશના ખેડુત દેવાદાર થયા ન હોત. ભાજપની સરકાર આવ્યા બાદ કમિશનની ભલામણો અમલી કરવામાં આવી છે. ખેડુતોને ખર્ચ કરતા દોઢ ગણા સમર્થન મૂલ્ય આપવામાં આવ્યા છે. એવા અનેક કામો છેલ્લા ચાર વર્ષમાં થયા છે. ખેડુતોના પાકથી લઈને ઉદ્યોગોના વિકાસ માટે સરકાર સતત લાગેલી છે. પૂર્વાંચલની કનેક્ટીવીટીને લઈને અનેક યોજનાઓ ઉપર કામ થઈ રહ્યું છે. ગાજીપુરને આપવામાં આવેલી ભેટ સોગાદો પર વાત કરતા મોદીએ કહ્યું હતું કે ગાજીપુરના અગાઉના પ્રવાસ દરમિયાન તેઓએ તાળીઘાટ-ગાજીપુર-મઉ રેલવે પુલનો શિલાન્યાસ કર્યો હતો જે ટૂંકમાં તૈયાર થઈ જશે. પૂર્વાંચલ એક્સપ્રેસ વે ઉપર ઝડપતી કામ ચાલી રહ્યું છે.

છેલ્લા સાડા ચાર વર્ષના ગાળામાં રેલવેના વિકાસના તમામ કામ થયા છે. પૂર્વાંચલમાં આ કામો પૂર્ણ થશે ત્યારે તસવીર બદલાશે. જળમાર્ગ અને રોડ રેલ કનેક્ટીવીટી બાદ અનેક ગણો વિકાસ થઈ જશે. મહારાજા સોહેલદેવના પરાક્રમોની વાત કરતા મોદીએ રાજભર સમુદાયને પ્રભાવિત કરવાના પ્રયાસો કર્યા હતા. મોદીના સંબોધન દરમિયાન ગાજીપુરના સાંસદ મનોજ સિંહા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત હતા.

Previous articleઆવતા અઠવાડિયે સુપ્રિમમાં મહત્ત્વના ચુકાદા સીબીઆઈ, અયોધ્યા, રાફેલ પર સુનાવણી થશે
Next articleભાડમાં ગયા દેશના જરૂરી બધા મુદ્દા : કુમાર વિશ્વાસ