ફિલિપાઈન્સમાં ૬.૯ની તીવ્રતાનો ભૂકંપ : સુનામી એલર્ટ અપાયુ

624

શનિવારે ફિલિપાઇન્સમાં ૬.૯ તીવ્રતાના ભયાવહ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ દક્ષિણ ફિલિપાઇન્સમાં સ્થિત ટાપુ મીડાનાઉમાં આવ્યો છે આ સાથે સુનામી ચેતવણી સેન્ટરે ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને પલાઉમાં સુનામી ત્રાટકવાની પણ આગાહી કરી છે.  પેસેફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે, ભૂકંપને પગલે સુનામીના હળવા મોજા ફિલિપાઇન્સના અને ઇન્ડિનોશિયા પર ત્રાટકી શકે છે. સેન્ટરે ચેતવણી આપી હતી કે, ૩૦ સેમી કરતા ઓછી ઊંચાઇના સુનામીના મોજા દરિયામાં ઉછળી શકે છે. જોકે ફિલિપાઇન્સના નાગરિક સંરક્ષણના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભૂકંપને કારણે કોઇ જાન-માલને નુકસાન થયું  નથી.

Previous articleમેઘાલયમાં કોલસાની ખાણમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ, બચાવ દળને મળ્યાં ૩ હેલમેટ
Next articleઢસા પંથકમાં ગરીબ પરિવારોને ઠંડીમાં ધાબળાનું વિતરણ કરાયું