સોમનાથ વેરાવળમાં મા નર્મદારથનું વિવિધ સમાજ ધ્વારા સ્વાગત કરાયુ

1151
guj992017-1.jpg

ગીર સોમનાથ જિલલામાં નર્મદારથ યાત્રા ના પરિભ્રમણ અંતર્ગત ગઇકાલે  નર્મદારથ યાત્રા સોમનાથ-વેરાવળ શહેર માં પ્રવેશતા શ્રાવણ માસ જેવો માહોલ જોવા મળ્યો હતો. વિવધ જ્ઞાતિ સમાજ ધ્વારા  નર્મદારથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.  સોમનાથમાં નગરપાલિકાના ઉપપ્રમુખ જયદેવભાઈ જાની તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વાગત પુજન વિધી કરી હતી અને યુવાનો બહોળી સંખ્યામાં બાઈક સાથે યાત્રામાં જોડાયા હતા. જી.આઈ.ડી.સી. પાસે ખારવા સમાજના લખમણ ભેંસલા દ્રારા તથા ભીડીયા સર્કલ પાસે ખારવા સમાજની બાલિકાઓ તેમજ મહિલાઓ દ્રારા આરતી પુજા-અર્ચના કરી મા નર્મદામૈયાની જય જયકાર બોલાવી હતી.
મા નર્મદા યાત્રા ભાલકા સર્કલ પાસે પહોંચી ત્યાં બ્રહ્માકુમારી બહેનો દ્રારા સ્વાગત-પુજન, તાલાલા નાકે મુસ્લીમ અગ્રણી આસીફ બાપુ કાદરી, હાજીભાઈ ઈમરાનભાઈ પંજા દ્રારા મા નર્મદારથ નું સ્વાગત-પુજન કરેલ. ટાવરચોક ખાતે મા નર્મદાયાત્રા રથ પહોંચતા હર્ષોલ્લાસ થી લોકોએ સ્વાગત કર્યું હતું. મહિલાઓમાં નર્મદા મૈયાની આરતી પુજા-અર્ચના કરવા ભારે ઉત્સાહ જોવા મળેલ હતો. 
આ યાત્રા નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે પહોંચી હતી. નગરપાલિકા દ્રારા લોકડાયરાનો સાંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરેલ જેનો મંત્રીશ્રી જશાભાઈ બારડના હસ્તે શુભારંભ કરવામાં આવેલ.
આ તકે અગ્રણી સરમણભાઈ સોલંકી, પ્રવિણભાઈ રૂપારેલીયા, દેવાભાઈ ધારેચા, અધિક કલેકટર મોદી, પ્રાંત અધિકારી રાઠોડ, ચીફ ઓફીસર મનોજભાઈ, તાલુકા વિકાસ અધિકારી ખુટી અધિકારીઓ પદાધિકારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક લોકડાયરાને બહોળી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ મનભરને માળ્યો હતો.

Previous article રાજુલાના ધુડીયા આગરિયા ગામે સેવા સેતુમાં ૧૩૯ર પ્રશ્નોનો નિકાલ
Next article સ્વચ્છતા પખવાડીયા નિમિત્તે સ્પર્ધા