ઓસ્ટ્રેલિયામાં ૧૧ ખેલાડીઓ નહીં, ૪૦ હજાર લોકો સામે રમવાનું હોય છેઃ કોહલી

751

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સિડની ખાતેની છેલ્લી ટેસ્ટ મેચ પહેલા ટીમના વખાણ કરતા કહ્યું હતું કે તેની ટીમ દરેક સ્થિતિમાં જીતવાની માનસિકતા સાથે જ રમે છે. અમે હંમેશાં વર્તમાનમાં જ રહીયે છીએ. જે થઈ ગયું તે થઈ ગયું અને આવનાર સમય કોઈના હાથમાં નથી તેથી એક ટીમ તરીકે અમે આજમાં જીવવામા માનીએ છીએ. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને કહ્યું હતું કે બેટ્‌સમેન મોટો સ્કોર ના કરે તો મેચ જીતવી અશક્ય થઇ જાય છે. અમારા બેટ્‌સમેન સ્કોરબોર્ડ પર જંગી સ્કોર ખડકવા તૈયાર છે.

તે સમયે અમે વર્લ્ડમાં છઠા-સાતમા નંબરે હતા. આજે વર્લ્ડનંબર ૧ ટીમ તરીકે ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત સિરીઝ જીતથી એક મેચ દૂર છીએ, તે એક યુનિટ તરીકે અમારા પ્રોગ્રેસ વિશે ઘણું કહી જાય છે. અમને ખબર છે અમારા કન્ટ્રોલમાં કઈ વસ્તુઓ છે અને કઈ વસ્તુઓ નથી. અમે સારા માઈન્ડસેટ સાથે આવતીકાલે મેદાનમાં ઉતરીશું.

તમે સદી ફટકારો પણ ટીમ મેચ ના જીતે, તો તે સદીનુ શું મહત્વ? ટીમ જીતી હોય તે મેચો યાદ રહે છે, વ્યક્તિગત પ્રદર્શન નહીં. આ મારો ત્રીજો ઓસ્ટ્રેલિયા પ્રવાસ છે અને હું જાણું છુ એક ટીમ તરીકે અમારે કઈ બાબતનું ધ્યાન રાખવાની જરૂર છે. ઓસ્ટ્રેલિયામાં ૧૧ ખેલાડીઓ નહીં, એક સાથે ૪૦ હજાર લોકો સામે રમવાનું હોય છે. અમારામાં મેચ જીતવાની જે ઘેલછા છે તેના લીધે અમને કોઈ રોકી શકે તેમ નથી.

Previous articleશાહિદ આફ્રિદીએ પાક. ટીમમાં વાપસીનો માર્ગ રોક્યો : બટ
Next articleઅમારૂ ધ્યાન પ્રદર્શન પર, ભારત વિરુદ્ધ રેકોર્ડ બચાવવા પર નહિઃ પેન