દુતી ચંદની દોહા વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદગી થઈ

462

દુતી ચંદે મંગળવારે જાહેરાત કરી હતી કે આગામી દોહા વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ૨૫ સભ્યોની ટીમમાં તેની પસંદગી કરવામાં આવી છે, જે આ વર્ષે ૨૭ સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. ચંદે ટિ્‌વટ કર્યું હતું કે, ૨૭ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી ઈં ડોહા વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે મારી ૨૫ સભ્યોની રાષ્ટ્રીય ટીમમાં પસંદગી થઈ છે.

ચંદ આ વર્ષે નોંધપાત્ર દેખાવ કર્યો છે. તેણે નાપોલીમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં આ વર્ષની શરૂઆતમાં વિજેતા રહી હતી. ચંદે ટૂર્નામેન્ટમાં માત્ર ૧૧.૩૨ સેકન્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે ૧૧.૨૪ સેકન્ડ સાથે ૧૦૦ મીટર નેશનલ રેકોર્ડ ધરાવે છે.

૨૩ વર્ષીય ચંદે વર્ષની શરૂઆતમાં સમલૈંગિક સંબંધમાં હોવાનો ઘટસ્ફોટ કર્યા પછી તે ચર્ચામાં રહી હતી. “આ મારી અંગત બાબત છે. મને ખાતરી છે કે એકાદ-બે મહિનામાં બધુ ઠીક થઈ જશે. આંતરરાષ્ટ્રીય સ્તરે, ઘણા એથ્લેટ છે (જે સમલૈંગિક સંબંધમાં છે).

 

Previous articleસ્ટાર બ્રાન્ડ પીટ અને જેનિફર એનિસ્ટન ફરી નજીક : રિપોર્ટ
Next articleઘરેલૂ હિંસાનાં કેસમાં શમીને રાહત, કાર્યવાહી પર કૉર્ટે રોક લગાવી