નિરખને ગગનમાં શ્રેણી અંતર્ગત ત્રિદિવસીય પ્રવચનમાળાનું સમાપન

603

કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લાશાખાના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુઓના સર્વાંગી વિકાસની યાત્રાને વેગ આપવા તા. ૧થી ૩ જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન સંસ્થાના પટ્ટાંગણમાં “નિરખને ગગનમાં” શ્રેણી અંતર્ગત ત્રિદિવસીય પ્રવચનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ધાર્મિક વિષયો પર રાજ્યના એકમાત્ર રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડૉ. કૃણાલભાઈ જોશીએ ‘આદર્શ જીવનની સરિતા-રામાયણ’, ‘જગતનું કલ્યાણતત્વ શિવ’ અને  ‘ભાગવત એક દૃષ્ટિ’ જેવા રસપ્રદ વિષય પર રાજ્યના એકમાત્ર રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડૉ. કૃણાલભાઈ જોશીએ પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે- આવા કાર્યક્રમો દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળકો જીવનમાં હકારાત્મક અભિગમ દાખવતા થશે અને તેમનામાં સંસ્કારનું સિંચન થશે. આ ત્રણ દિવસો દરમિયાન ભક્તિપૂર્ણ માહોલમાં આધ્યાત્મનો જ્ઞાનરસ મેળવવા અને પ્રજ્ઞાચક્ષુ બાળકોનું સુમધુર સંગીત માણવા શહેરનાં ધર્મપ્રેમી લોકો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સંગઠન મંત્રી તરીકે નિખીલભાઈ ભટ્ટની નિમણૂંક
Next articleગારિયાધાર ન.પા. દ્વારા પ્લોટ ધારકોને સનદ ન ફાળવાતા ઉપવાસ આંદોલન