જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સેના-આતંકી વચ્ચે અથડામણ, ૧ આતંકવાદી ઠાર મરાયો

527

દક્ષિણી કાશ્મીરના પુલવામામાં આજરોજ સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કરનાર હિઝબુલ આતંકીઓને સુરક્ષા દળના જવાનોએ અથડામણમાં ઠાર માર્યો.જો કે હિંસાની આશંકાના પગલે આ સમગ્ર વિસ્તારમાં મોબાઇ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી. આ સાથે સેના દ્વારા આ વિસ્તારને ઘેરી લીધા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. એક અહેવાલ મુજબ આ હુમલામાં બે આતંકીઓ હતા.

જિલ્લાના લિટ્ટર ચૌધરી બાગ વિસ્તારમાં સેનાની ૫૫ રાષ્ટ્રીય રાઇફલ્સની પેટ્રોલ પાર્ટી પસાર થઇ રહી હતી ત્યારે આતંકીઓએ હુમલો કર્યો હતો. પેટ્રોલ પાર્ટીને નિશાન બનાવી ફાયરિંગ કરવામાં આવ્યું. જો કે સેનાએ મોરચ સંભાળી લેતા જવાબી કાર્યવાહી કરી.

આમ સેના અને આતંકી વચ્ચેની આ અથડામણમાં એક આતંકી ઠાર મરાયો. સૂત્રોને મળતા અહેવાલ મુજબ આ મરનાર આતંકીની ઓળખ ઇરફાન અહમદ રાથર ઉર્ફે વાજિદ ખાન (રાજપોરા-લિટ્ટર) તરીકે કરવામાં આવે છે.

આ અગાઉ ચાર જાન્યુઆરીના રોજ ઉત્તરી કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના સુંબલ આતંકીઓએ પાંચ રાષ્ટ્રીય રાઇફલ્સના કેમ્પ પર ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો હતો.

Previous articleમુંબઇ : બેસ્ટની હડતાળથી લોકો અટવાયા
Next articleરાષ્ટ્રવ્યાપી હડતાળથી ઘણી જરૂરી સેવા ઠપ્પ થઇ : લોકો ભારે પરેશાન