પહેલી ફેબ્રુઆરીએ અરુણ જેટલી વચગાળાનું બજેટ રજૂ કરશે

897

સંસદનું બજેટ સત્ર ૩૧મી જાન્યુઆરીથી ૧૩મી ફેબ્રુઆરી સુધી ચાલનાર છે. નાણામંત્રી અરુણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે વચગાળાનું બજેટ રજૂ કરનાર છે. સરકારના સુત્રો પાસેથી આ અંગેની માહિતી આપવામાં આવી છે. બજેટ સત્ર ક્યારથી શરૂ થશે તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. રાજકીય બાબતો અંગેની કેબિનેટ સમિતિમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લોકસભાના આખરી સત્ર તરીકે તેને જોવામાં આવે છે. કારણ કે એપ્રિલ અને મે મહિનામાં સામાન્ય ચૂંટણી આવી શકે છે. વચગાળાનું બજેટ સમગ્ર વર્ષના બજેટ તરીકે હોય છે જેમાં એ વર્ષના તમામ ખર્ચની વિગતો આપવામાં આવે છે. આ બજેટ સરકાર માટે ખુબ મહત્વપૂર્ણ છે. કારણ કે ચૂંટણીથી પહેલા કેટલીક લોકપ્રિય જાહેરાતો કરવામાં આવી શકે છે. કારણ કે, ચૂંટણી વર્ષ છે. વર્ષ ૨૦૧૪માં તત્કાલિન નાણામંત્રી પી ચિદમ્બરમે યુપીએ સરકારનું અંતિમ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. બજેટ સત્રને લઇને છેલ્લા કેટલાક દિવસથી અટકળોનો દોર ચાલી રહ્યો હતો. નાણામંત્રી અરુણ જેટલી દ્વારા પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરવામાં આવનાર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ૩૧મી જાન્યુઆરીના દિવસે લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધવામાં આવશે. આર્થિક સર્વે પણ એજ દિવસે રજૂ કરવામાં આવનાર છે. બજેટ સેશન બે તબક્કામાં યોજાનાર છે. ચૂંટણીના કારણે એક જ તબક્કામાં બજેટ સત્ર યોજવા માટેની તૈયારી કરવામાં આવી છે. વચગાળાનું બજેટ ખાસ વર્ષ માટે નાણાંકીય સ્ટેટમેન્ટ તરીકે રહે છે.

આ બજેટ સરકાર માટે ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે, તેમાં લોકપ્રિય પગલા લેવાની સરકાર પાસે છેલ્લી તક છે. પ્રથા મુજબ વચગાળાના બજેટમાં ચૂંટણી વર્ષમાં એક નિર્ધારિત ગાળા માટે જરૂરી સરકારી ખર્ચ માટે જરૂરી મંજુરી લેવામાં આવે છે.

Previous articleતૃણમૂલ કોંગ્રેસના લોકસભાના સાંસદ સૌમિત્ર ખાન ભાજપમાં જોડાયા
Next articleચોકીદાર અંધારામાંથી ચોરોને પકડી પાડશે : મોદીની ખાતરી