બરફ વર્ષાને પગલે જમ્મુ નેશનલ હાઈવે બંધ, ૨૪ કલાકમાં ૨ વાર કાશ્મીરની ધરા ધણધણી

823

શ્રીનગરમાં શુક્રવારે ભૂકંપ આવ્યો અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૦ માપવામાં આવી હતી. ભૂકંપમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે માનહાનિ થવાના સમાચાર સામે આવ્યા નથી. મળતી માહિતી અનુસાર, છેલ્લાં ૨૪ કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં આ બીજો ભૂકંપ છે. આ બંને ભૂકંપમાંથી આજનો ભૂકંપ સવારે ૮.૨૧ વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જુના શહેરમાં ૧૦ કિમીની ઊંડાઈએ કેન્દ્રિત હતુ. ગુરુવારે રાજ્યના લદ્દાખ ક્ષેત્રમાં સવારે ૮.૨૨ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. કાશ્મીરમાં મેદાની વિસ્તારો સહિત મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારે ફ્રેશ સ્નોફોલ થતા ઘાટીને દેશના બાકીના ભાગો સાથે જોડતો એકમાત્ર માર્ગ શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે.

હવામાન વિભાગ કાર્યાલયે આવનારા ૨૪ કલાકમાં હળવો-હળવો વરસાદ થવાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યુ છે. સાથે જ ઘાટીના મેદાની વિસ્તારો સહિત કાશ્મીરમાં ગુરુવારે રાત્રે પણ બરફ વર્ષા થઈ, જે શુક્રવાર સવાર સુધી ચાલુ રહી હતી.

મળતી માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરની ગ્રીષ્મકાલીન રાજધાની શ્રીનગરમાં શુક્રવારે સવારે સાડા આઠ વાગ્યા સુધી ૫.૬દ્બદ્બ બરફ વર્ષા થઈ હતી. પહેલગામમાં ૧૧.૪દ્બદ્બ, જ્યારે ગુલમર્ગમાં ૩.૪દ્બદ્બ બરફ વર્ષા થઈ હતી. ઘાટીના મેદાની વિસ્તારોમાં હળવી જ્યારે રાજ્યના ઊંચાઈવાળા વિસ્તારોમાં મધ્યમ બરફ વર્ષા થઈ હતી. જેને કારણે કાશ્મીરને દેશના અન્ય વિસ્તારો સાથે જોડતો એકમાત્ર નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે.

Previous articleહરિયાણામાંથી મળી આવેલા આ ‘પ્રેમી યુગલ’ની આ ૪૫૦૦ વર્ષ જૂનાં હાડપિંજરનું રહસ્ય શું હશે?
Next articleબેલુર વિદ્યાલય ગૃપ દ્વારા NSS વન-ડે કેમ્પનું આયોજન