પવનચક્કીનું કામ અટકાવવા ટોળાનો પથ્થરમારો

1138

મહુવા તાલુકાના કતપર નજીક કે.પી.એનર્જી કંપની દ્વારા બનાવાઈ રહેલા પવન ચક્કીના પ્રોજેકટનો છેલ્લા કેટલાક સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને પવનચક્કી પ્રોજેકટને અટકાવવાનો પ્રયાસો સાથે રેલી, ધરણા સહિત આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પવનચક્કી પ્રોજેકટનું કામ અટકાવવા લોકોએ હિંસક વિરોધ કર્યો હતો અને મસ મોટુ ટોળુ પ્રોજેકટ સ્થળે ધસી ગયું હતું અને કામ કરી રહેલા કંપનીના માણસો પર હુમલો કરી માર મારી કામ બંધ કરાવ્યું હતું. જેમાં અનેકને ઈજા થવા પામી હતી આ બનાવ અંગે ૧રપના ટોળા સામે ફરિયાદ નોંધાવાઈ હતી.

મહુવાના કતપર સહિત ગામોમાં કે.પી.એનર્જી દ્વારા પવનચક્કી લગાવવામાં આવી રહી છે. જેનો કેટલાક લોકો તથા  સંસ્થાઓ વિરોધ કરી રહી છે. પર્યાવરણને નુકશાન કર્તા ન હોવા છતા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ હતી તે દરમ્યાન ૧પ૦ જેટલી સ્ત્રી-પુરૂષોનું ટોળુ કતપર બંદર લાઈટ હાઉસ પાસેની કામની સાઈટ પર ધસી ગયું હતું અને પવનચક્કીનું કામ કરી રહેલા મજુરો ઉપર પથ્થરમારો કર્યો હતો અને લાકડી-ધોકા વડે તુટીપડ્યા હતાં પરંતુ ટોળા સામે પોલીસ ફોર્સ ઓછી પડી હતી.

ટોળા દ્વારા પથ્થર મારો અને લાકડી-ધોકા વડે હુમલો કરતા અનેક મજુરોને નાની-મોટી ઈજા પામી હતી. જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. જયારે ટોળાએ અનેક વાહનોમાં પણ તોડફોડ કરી હતી. પવનચક્કીના કારણે થતા અવાજથી રહેણાંકી વીસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીઓ પડતી હોવા ઉપરાંત વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ મુશ્કેલીઓ સર્જાતી હોવાનું ટોળાએ જણાવેલ.

આ બનાવ સંદર્ભે પો.કો. ભરતભાઈ સાંખટે મહુવા પો.સ્ટે.માં વિનોદ બેચરભાઈ ચાવડા, દિપક મનસુખભાઈ બાંભણીયા, નરેશ મોહનભાઈ બાંભણીયા, જયાબેન નરશીભાઈ ડોણાસીયા, રમેશ બોધાભાઈ બારૈયા, ગુડીબેન રમેશભાઈ બારૈયા, જાનુબેન મોહનભાઈ બારૈયા, રેખાબેન શાંતિભાઈ બારૈયા, ભારતીબેન ભરતભાઈ ડોણાસીયા, નરશીભાઈ આતુભાઈ, ધનજીભાઈ ભગવાનભાઈ શિયાળ, આતુભાઈ બોધાભાઈ ડોણાસીયા, અરવિંદભાઈ ડાયાભાઈ બાંભણીયા, ડાયબેન બેચરભાઈ ચાવડા, મંજુબેન અરજણભાઈ ચાવડા, રાજુભાઈ ભીખાભાઈ બાંભણીયા, તેજુબેન આતુબેન ડોણાસીયા, કિશોરભાઈ નરશીભાઈ ડોણાસીયા, બુેચરભાઈ ડાયાભાઈ ચાવડા, ડાયાભાઈ કાળુભાઈ ડોળાીયા, કેતનભાઈ માલાભાઈ શિયાળ, સવજીભાઈ સોળાતભાઈ બારૈયા, રાહુલ સોમાતભાઈ બારૈયા, સોમાત બાબુભાઈ બારૈયા, સુનિલઈ ધીરૂભાઈ ડોળીયા, ખોડાભાઈ બોધાભાઈ ગોહિલ, શાંતિભાઈ બાલાભાઈ તથા રતનબેન સહિત ૧રપ થી ૧પ૦ મહિલા તથા પુરૂષોના ટોળા સામે હુમલો કરી, માર મારી, તોડફોડ કરી ઓન પેમેન્ટ બંદોબસ્તમાં હોય તેની ફરજમાં રૂકાવટ કરી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

Previous articleબિન અનામત વર્ગોના આગેવાનો સાથે આયોગના ચેરમેન ગજેરાએ બેઠક યોજી
Next articleરોજગાર કચેરી દ્વારા ભાવનગરમાં ભરતી મેળો