“પોલીસ ભરતી માટે દોડની તૈયારી કરતાં ઉમેદવારોએ માધવપુર દરીયા કીનારે સફાઈ અભિયાન હાથ ધર્યું”

9

ગિરનાર સ્પોર્ટ્‌સ એકેડેમી જૂનાગઢ દ્વારા માધવપુર બીચમાં પોલીસ ભરતી માટે દોડની ટ્રેનિંગ દરમિયાન સાગરભાઈ કટારીયાના માર્ગદર્શન હેઠળ ૬૦ જેટલા વિદ્યાર્થીઓની ટીમે માધવપુર બીચ પર સફાઈ અભિયાન ચલાવ્યું હતું. વહેલી સવારે સ્વચ્છ ભારત અભિયાનઃ એક કદમ સ્વચ્છતાની તરફ સૂત્રને સાર્થક બનાવવા આખા બીચ પરથી પ્લાસ્ટિકનો કચરો સાફ કરવામાં આવ્યો હતો. એવું અરવિંદભાઈ મકવાણાની યાદીમાં જણાવાયું છે.