મકરસંક્રાંતિએ દાન પુણ્યના મહત્વ સાથે અમૃત સિધ્ધી યોગ પણ છે

1532

પોષ શુદ આઠમને સોમવાર તા. ૧૪-૧-૧૯ના રાત્રે ૭.પ૦ કલાકે સુર્ય ધન રાશી માંથી મકર રાશીમાં પ્રવેશ કરે આથી જયોતિષ અને પંચાગના નિયમ પ્રમાણે જો સુર્ય દિવસ આથમ્યા પછી રાશી બદલતો હોય તો સંક્રાંતિનું મહત્વ બીજા દિવસે ગણાય આથી આ વર્ષે ધાર્મિક રિતે મંકરસંક્રાતિનું મહત્વ તા. ૧પ-૧-૧૯ને મંગળવારનું રહેશે.

આ વર્ષે તા. ૧૪-૧-૧૯થી શાકભરી નવરાત્રીનો પ્રારંભ થશે તથા તા. ૧પ-૧-૧૯ના મકરસંક્રાંતિનું દાન પુણ્યના મહત્વની સાથે આ દિવસે ભૈમ અશ્વિની યોગ એટલે કે અમૃત સિધ્ધિયોગ પણ છે. જે દાન પુણ્ય માટે પુજા પાઠ માટે ઉત્તમ ગણવામાં આવે છે. તા. ૧પ-૧-૧૯ના અમૃત સિધ્ધિયોગ સવારના ૭.ર૯ થી બપોરે ૧.પ૬ સુધી છે. વિક્રમ સંવત ર૦૭પ તથા ઈ.સ. ર૦૧૯ના મકરસંક્રાંતિનુ ફળ કથન તા. ૧૪-૧-૧૯ના રાત્રે ૭.પ૦ કલાકે સુર્ય મકર રાશિમાં પ્રવેશતા કમુહુર્તા પુરા થશે અને તા. ૧પ-૧-૧૯થી શુભ કાર્યોની શરૂઆત થશે.

સંક્રાતિની વિગત

વાહન :- સિંહ, ઉપવાહન ગંજ, વસ્ત્ર : સફેદ, તિલક : કસ્ત્રી, જાતિ : દેવ, વારનામ : દવાંક્ષી, નક્ષત્ર નામ : દવાંક્ષી, પુષ્પ : ચંપો, વય : બાલ્ય, મીક્ષણ : અનાજ, આભુષણ : પ્રવાલ, પાત્ર : સોનુ, કંચુકી : વિચિત્ર, સિષિતિ : બેઠેલી, આપુધ : બંધુક, આગમન : દક્ષિણ, મુખ : પશ્ચિમ, દ્રષ્ટિ : ઈશાન, ગામન : ઉત્તર.ે

સંક્રાતિ માટે એમ માનવામાં આવે છે કે જે -જે વસ્તુઓ અને વ્યક્તિઓ સાથે સંબંધ થાય તે મોંઘી થાય. મુહુર્તની હોવાથી વરસાદ સારો પડે સફેદ વસ્તુમાં દુધ ખાંડના ભાવ વધે બાળકોની તકેદારી રાખવી જરૂરી બનશે. દક્ષિણમાંથી આવી અને ઉત્તમાં જાય છે. ઈષ્ટિ ઈશાન ખુણામાં છે આથી ભારતમાં ઈશાન બાજુ જોતા ઉત્તરપ્રદેશ બાજુના લોકોની સુખાકારી વધે સાથે સાઉથ ભારતમાં પણ પ્રગતિ થાય.

સંક્રાંતિ દરમ્યાન તલનું મહત્વ વધારે છે. ૧. તલ ખાવા, ર. તલના તેલનો શરીરે લેપ કરવો. ૩ઉ તલનો હોમ કરવો, ૪. તલનું દાન દેવુ, પ. તલવાળુ પાણી પીવુ, ૬. તલવાળા જળથી સ્નાન કરવું.

મંગળવારે તા. ૧પ-૧-૧૯ના દિવસે આખો દિવસ દાન પુણ્ય માટે શ્રેષ્ટ છે આ દિવસે ગાયોને ધાસ ચારો નાખવો સુર્ય નારાયણને અર્ધ આપવું તર્પણ કરાવું મહાદેવજીને કાળા તલ ચડાવા શિવપુજન કરવુ ફળ દાયક છે.

બારેરાશીના લોકોએ દાનની વિગત સિંહ ધન મીન :  સફેદતલ, ધી. ખાંડ, રૂપાનું ધન, સફેદ કાપનું દાન, વૃષભ – કન્યા મકર :- કાળુ કાપડ, કાળા તલ, સ્ટીલનુ વાસણ, કર્ક તુલા કુભ :- ઘઉ, ગોળ, લાલ કાપડ લાલ તલ, ત્રાંબાનું વાસણ, મેષ – મિથુન – વૃશ્વિક : ચણાની દાળ, પીળુ કાપડ, પિત્તળનું વાસણ આ ઉપરાંત મકર સંક્રાતિનું વિવિધ પ્રદેશોમાં મહત્વ જોઈએ તો મહારાષ્ટ્રમાં આ દિવસે તીલ ગુલ નામનો હલવો એક બીજાને વહેચવાનો રીવાજ છે. દક્ષિણ ભારતમાં આ દિવસે પોગલ નામનો તહેવાર ઉજવવામાં આવે છે.  કલકત્તા પાસે ગંગાસારગમાં મકરસંક્રાતિના દિવસે મેળો ભરાય છે. અને લોકો સ્નાન કરે છે. આ દિવસે સાતધાન્યનો ખીચડો સાંજે બનાવીને જમવાનું મહત્વ છે. આ દિવસે ગુપ્તદાનનું મહત્વ વધારે રહેલ છે. લોકો તલનાલાડુમાં વ્યવહારી દ્રવ્ય છુપાવીને તેનું દાન કરે છે. આ દિવસે ગંગા નદીમાં હજારો લોકો તિર્થ સ્નાન કરી અને પુણ્ય મેળવશે.

– શાસ્ત્રી રાજદીપ જોષી

Previous articleએસ.પી., ડીવાયએસપી સહિત પ૬ પોલીસ જવાનોએ રક્તદાન કર્યુ
Next articleમોદીનું કહ્યું માનતા હોવ તો જ એમને સવાલ કરજો