મોદીનું કહ્યું માનતા હોવ તો જ એમને સવાલ કરજો

1883

ગુજરાતની ધરતીના પનોતા પુત્ર અને દરેક ગુજરાતીને સન્માન અપાવનાર તેમજ ભારત દેશની છબીને વિશ્વવિખ્યાત કરનારા આપણા દેશના વડાપ્રધાન અને ઉત્તર ગુજરાતના વાતની શ્રી નરેન્દ્ર દામોદરદાસ મુલચંદ મોદી. આશરે ૬-૬ દાયકાના શાસન પછી એવો એક નેતા મળ્યો છે કે જે ૨૪ માંથી ૧૮ કલાક સતત રાત અને દિવસ ફક્ત ને ફક્ત પોતાના માટે નહિ પરંતુ પોતાના દેશ માટે સતત કામ કરી રહ્યો છે પરંતુ જનતાને અને વિપક્ષને તેની કિંમત અને કદર કરવા કરતા તેની સામે કટાક્ષ અને પ્રશ્નાર્થ સિવાય બીજું સુજતુ નથી. ચાલો એક મણિ પણ લઈએ કે મોદી સાહેબ દ્વારા દેશની જનતા માટે કોઈ પણ કામ કરવામાં નથી આવ્યું તો તમને વિપક્ષ પાસેથી શું મળ્યું એનો હિસાબ છે ખરી ? તમે લોકો મોદી સાહેબ પાસે હિસાબ માંગો છો તો ૬૦ વર્ષ સુહી કોંગ્રેસ સરકારે રાજ કર્યું તેની પાસે ક્યારેય હિસાબ માંગ્યો છે ખરા ? મોદી દ્વારા ૫ વર્ષમાં કોઈજ વિકાસ નથી થયો તો કોંગ્રેસે કયું ભારત દેશનું નામ રોશન કર્યું છે. મોદીએ લોકોને ડિજિટલ બનતા સીખ્વાડ્યું અને દરેક આમિર અને માધ્યમ વર્ગીય વ્યક્તિના ખાતા ખોલવા માટે પ્રયત્ન કર્યો કે જેથી લોકો પારદર્શક અને સરકારને દેખાય તેમ વ્યહવાર કરી શકે શું આ મુદ્દો વિપક્ષના મગજમાં આવ્યો હતો? વિપક્ષ દ્વારા લખો નવા પ્રોજેક્ટ શરુ કરાયા પણ અર્પણ કર્યા મોદીએ અને સાથો સાથ નવા સપના જોતા સીખ્વાડ્યા, માનવી પોતાના પગભર થઇ શકે તે માટે અનેક યોજનાઓ શરુ કરી અનેક પ્રોજેક્ટો શરુ કરીને સંખ્યાબંધ વિદેશીઓને પોતાના મેહમાન બનાવીને ભારત દેશમાં નિવેશ માટે આકર્ષિત કર્યા આટ આટલા કામો કર્યા પછી પણ હાજી પણ મોદીને ગાળો આપીએ છીએ. કયો એવો માઇનો લાલ આપણા દેશમાં પેદા થયો છે કે આટલું અપમાન, ગાળો અને લોકોના કટાક્ષ સાંભળ્યા પછી પણ આ મારી ધરતી છે અને આખો દેશે મારો પરિવારના સૂત્ર સાથે પ્રજાના હિત માટે ફિકર કરી રહ્યો છે. માન્યું કે સરકરના અમુક વ્યક્તિઓ ભ્રષ્ટ અને કામચોર છે એનો મતલબ એમ તો નથીને કે બધા લોકો ખરાબ છે મોદી સાહેબ ઉપરથી આદેશ કરે પછી નીચેના લોકો ચાઉં કે ગળબળ અને નાટક કરે એમાં પણ મોદીનો વાંક ? ખરેખર વખતોવખતથી ભ્રસ્ટાચાર અને ઘૂસ માટેની પહેલ આપણેજ કરી છે કેમ કે આપણે એમ વિચારીએ છીએ ભલે બીજાની ફાઈલ અટકે પણ મારી ન અટકવી જોઈએ એટલે કે બીજાનું કામ ભલે ન થાય પણ મારુ ટેન્ડર પાસ કરવા માટે હું રિશ્વત આપીશ જ જેથી મારો રોટલો શેકાય. હવે તમેજ વિચારો કે લાલચ કોને નથી હોતી આપણેજ તેમને લાલસા આપીએ છીએ અને પછી આપણેજ તેને ગાળો આપીએ છીએ તો શું ખરેખર આપણેજ આના માટે જવાબદાર નથી ? મોદીને સપોર્ટ કરનારને આજકાલ લોકો આંધળા ભક્ત ગણે છે તો હું પણ આંધળો ભક્ત છું અને રહીશ કેમ કે મોદી સિવાય દેશ પાસે બીજો કોઈ વિકલ્પ નથી કેમ વિપક્ષના શેહઝાદા કે જેમને બોલવાની ભાન નથી ક્યારેક કે બટેકા માંથી સોનુ કરી બતાવીશું અને સંસદ સભા આંખના ચાળા કરીને આંખો મારે છે, તેમને મંદિર કરતા વધારે મસ્જિદ પ્રિય છે. મંદિરમાં અને મસ્જિદમાં જવાના નાટક કરીને જાતિવાદ અને કોમવાદને ઉશ્કેરી રહ્યા છે. મોદી સાહેબ પાસે હિસાબ માંગે છે કે રામ મંદિર ક્યારે બનાવશો અને તે પણ ફક્ત ૫ વર્ષમાં તમે તો ૬૦-૬૦ વર્ષથી હતા તમે શું કર્યું તમે કેમ કોઈ કડક પગલાં ન ભર્યા જેમ મોદીની અત્યારે સરકાર છે તેમ તમારી તો વર્ષો સુધી સરકાર હાથી તો તમે કેમ કશુંજ ન કર્યું અને મોદી પાસે હિસાબ માંગો છો. સમજી જજો દેશવાસીઓ આ વિપક્ષી દળ હિન્દૂ મુસ્લિમના નામ પર બધાવીને આપણને એક બીજાના કટ્ટર દુશ્મન બનાવી રહ્યા છે. વિપક્ષના કોઈ પણ નેતાના પરિવારને સ્કોલરશીપ, સબસીડી કે પછી કોઈ પણ સરકારી યોજનાની જરૂર નથી તેમની પાસે એટલો રૂપિયો પડયો છે કે તેમની પેઢી દર પેઢી શાંતિથી ખાઈ શકે પરંતુ તેમને પેટમાં એટલે દુખે છે કે તે લોકો કરી શક્ય નહિ તે દરેક વસ્તુ મોદી સાહેબ દ્વારા કરી બતાવવામાં આવી અને ને લોકો નિષ્ફળ રહ્યા એટલે મૂળ જલન અને બદલાની આગમાં તેઓ મોદીનો વિરોધ કરી રહ્યા છે. સો વાતની એક વાત આપણે મોદીની કીધેલી દરેક વાત માનતા હોય અને તેનું કીધેલી દરેક નિયમ અને કાનૂનનું પાલન કરતા હોય તો જ આપણે તેની પાસે હિસાબ માંગવાનો અધિકાર રાખીએ છીએ બાકી ખાલી ખાલી ડંફાસ મારીને આપણે એમ કહીએ કે મોદીએ આમ કરવું જોઈએ અને મોદીએ આમ ન કરવું જોઈએ, હવે આપણું કીધેલું આપણા ઘરમાં નથી થતું અને આપણે એને શિખામણ આપીએ છીએ. ચાણક્યના શબ્દ પ્રમાણે જે દેશના યુવાનોને વિચારપરિવર્તન કરાવીને ધર્મ પરિવર્તન કરાવી શકાય છે તે દેશના યુવાનો થકી તે દેશને ગુલામ પણ બનાવી શકાય છે માટેજ ફરી એક વાર અંગ્રેજ શાસનને પ્રોત્સાહિત કરવું હોય તો જ મોદીને હટાવાની વાત કરજો બાકી કોઈ પણ બીજ વાવો તો વર્ષો પછી તે ફળ આપે છે તેમ સાહેબ જે નિર્ણય અને પરિવર્તન લાવી રહ્યા છે તો વર્ષો પછી આનો ફાયદો જરૂર મળશે જ, અરે આપણા ઘરમાં એકાદ મહિના માટે રીનોવેશન ચાલતું હોય તો પણ આપણને તકલીફ પડે છે તો જરા વિચારો મોદી સાહેબ આ દેશનું રીનોવેશન કરી રહ્યા છે તેમાં થોડીક ભૂલ અને વાર તો લાગવાની જ છે. અંતે મારો મુદ્દો એકજ જ છે તમે જેને ૬૦ વર્ષ આપ્યા તેની પાસેથી કોઈજ વસ્તુ પામી શક્ય નથી નથી અને સાહેબ ને તેનો ૧૦% સમય આપીને બધું પામવા માટે ઈચ્છા ધરાવો છો તો તે કઈ રીતે શક્ય છે માટેજ વિકલ્પો શોધવાનું બાંધી કરીને જે છે તેને વળગી રહો કેમ કે ધીરજના ફળ ભલે મોડા મળે છે પણ મીઠા અને અસરકારક જ મળે છે આ વાત જેને સમજાય એને વંદન અને વિરોધ કરનારાઓને હજી પણ મૂરખના સરદાર બની રહ્યા છે તે માટે લાખ લાખ અભિનંદન.

Previous articleમકરસંક્રાંતિએ દાન પુણ્યના મહત્વ સાથે અમૃત સિધ્ધી યોગ પણ છે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે