સુરક્ષા.. શું ??? રક્ષા ???

98

જી, હા આજે મગજ હટી પણ ગયું છે અને તપી પણ ગયું છે. સુરક્ષા માટે વર્ષે કરોડો રૂપિયાના બિલ સંસદમાં અને રાજ્ય સભામાં પસાર કરવામાં આવે છે પરંતુ પરિણામ શું આવે છે ??? હજી ગયા અઠવાડિયાની જ વાત કરું તો તમિલનાડુના કુનનારમાં ૧૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. જે હેલીકોપ્ટરમાં દેશના વડા સૈનિક અને પ્રધાન સેવક લોકોની હવાઈ યાત્રા થતી હોય એ હેલીકોપ્ટરમાં આવી ચૂક ? તો વળી શનિવારની વાત છે રાત્રે ૨ વાગ્યે આપણા દેશની જનતા માંથીજ એક નબીરો સાહેબનું ટ્‌વીટર એકાઉન્ટ હેક કરી છે આમાં દેશની સુરક્ષા કયા આવી ??? દેશના અનેક શહેરમાં બળાત્કારમાં રક્ષા કયા આવી ?? રોજ હાઇવે પર અનેક અકસ્માતમાં કામ વગર લોકો મૃત્ય પામે છે એમાં સુરક્ષા કયા આવી ??? સરકાર દ્વારા ચાલતા પ્રોજેક્ટ દરમ્યાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત કે મૃત્યુ પામતા લોકોની રક્ષા કયા ? એક માણસ જે સીધી રીતે ટ્રાફિકનું પાલન કરવા છતાં તેને દંડ આપવામાં આવે છે ત્યારે રક્ષા કયા ??? રાજ્યમાં સેક્સ ના નામે ચાલતા ધંધા સામે દેશની સુરક્ષા કયા ??? સરે આમ ચાલતા ડ્રગ્સ અને ચરસ,અફીણ,હેરોઇન અને ગાંજા આવે છે એમાં રક્ષા કયા ??? દારૂ અને પશુના ચામડાની આયાત સામે સુરક્ષા કયા ??? દેશના યુવાનોને લત છોડાવવા માટે સરકાર કઈ રક્ષા આપે છે ??? દેશમાં જેટલા નિયમો બનાવો છે એની સામે થોડાજ રૂપિયામાં લાંચ આપીને છોડવાનો રસ્તો બતાવો છો. જે નિયમ તમે લાવી છે એ જ નિયમની ઐસીતૈસી કરનાર તમારા જ ડિપાર્ટમેન્ટ નો હોય છે, સાહેબ એ તો નક્કીજ છે ભારત દેશમાં પૈસા આપવાથી સાચા નું ખોટું અને ખોટા નું સાચું થાય છે અને તે પણ સરકારી દસ્તાવેજો સાથે, આજની તારીખમાં આજના સમયમાં દરેક ગામથી લઈને દરેક શહેરમાં અને છેલ્લે બાકી હતું તો દરેક શહેરના દરેક અરેયાની દરેક સોસાયટીમાં એક તો મળી જ આવે છે. ઈન શોર્ટ ભારત દેશમાં ખોટું મન ફાવે ત્યારે થાય છે અને પૈસા હોય તો માણસને જીવતા ને મરેલો અને મરેલાને જીવતો કરી શકાય છે અરે ભાઈ નજીકની બહુમાળી માં જાવ પૈસા ફેકો અને પ્રમાણપત્ર લઈ જાવ જેને કેવાય છે પૈસા ફેક તમાશા દેખ. આમ શેની રક્ષા, રક્ષાના નામ પર ઉપરથી કરવામાં આવતા નિયમની નીચે આવતા ધજીયા ઊડી જાય છે.
ભાવિક બી. જાટકિયા
સુરત -૮૪૬૦૮૮૫૯૫૪

Previous articleકોહલીને વન-ડે ટીમમાં સમાવવા BCCI ના પ્રયાસ
Next article૧૬ ડિસેમ્બરના દિવસે ભારતમાં વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે