અંધ અભ્યુદય મંડળનું ૬૦મું અધિવેશન યોજાયું

897

વર્ષ ૧૯૫૮થી પ્રજ્ઞાચક્ષુઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત ભાવનગરનાં અંધ અભ્યુદય મંડળ દ્વારા તા.૧૩/૦૧/૨૦૧૯નાં રોજ નવજવાન સિંધી સેવા મંડળ હોલ, ભાંગલી ગેઇટ પાસે, સિંધુનગર, ભાવનગર ખાતે મંડળનાં સભ્યોની ૬૦મી સામાન્ય સભા પ્રમુખ લાભુભાઈ સોનાણીનાં અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સમગ્ર રાજ્યભરમાંથી સભ્યો ધરવતા આ મંડળના  ૪૫૦ થી વધુ સભ્યો સભામાં ઉપસ્થિત રહ્યા હતા. અધિવેશનમાં મંડળ દ્વારા વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓથી સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ સભ્યો વચ્ચે આગમી દિવસોમાં મંડળ દ્વારા કરવામાં આવતા કાર્યો અંગે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વાર્ષિક સામાન્ય સભામાં અધ્યક્ષ સસ્થાનેથી વિકલાંગોનાં વિવિધ પ્રશ્નો જેવા કે સંગીત શિક્ષકોની ભરતી અંગે,  વિકલાંગ નિગમની સત્વરે રચના અંગે, પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પ્રજ્ઞાચક્ષુઓને બાયોમેટ્રિકના કારણે પડતી મુશ્કેલીઓ અંગે,  આવી શાળાઓમાં ફરજ બજાવતા પ્રજ્ઞાચક્ષુ કર્મચારીઓ સાથે આચાર્ય દ્વારા  કરવામાં આવતા દુર્વ્યવહાર અંગે, વિકલાંગતા વિધેયક ૨૦૧૬નાં  અસરકારક અમલીકરણ માટે જિલ્લાકક્ષાએ સત્વરે સમિતિની રચનાની કામગીરી પૂર્ણ કરવા અંગે, વિકલાંગોના વિશેષ કાયદા અનુસાર ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને લહિયા આપવા બદલ  હેર વ્યાજબી હોવા છતાં કેટલીક યુનિવર્સિટીઓ દ્વારા ફીની વસુલાત કરવામાં આવે છે તેને સત્વરે બંધ કરવા  સહિત  પ્રશ્નો પર સરકાર સમક્ષ રજૂઆત કરવા અને વિકલાંગોને વધુમાં વધુ લાભ મળી રહે તે માટે નાં કર્યો અંગેના ઠરાવો સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા હતા. અધિવેશનનું ઉદ્દઘાટન ભાવનગર નાગરિક સહકારી બેંકનાં મેનેજિગ ડાયરેક્ટર પ્રદીપભાઈ દેસાઈના વરદ્‌હસ્તે કરવામાં આવ્યું હતું. અધિવેશન દમિયાન સ્વ. શાંતિલાલ રૂગનાથ ઓઝા મેમોરીયલ એવોર્ડ-૨૦૧૮  પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી માંડાણી ક્રિષ્ના રમેશભાઈ અને રાજ હેનિશ જનેશકુમારને એનાયત કરાયો હતો. ત્યારબાદ હાલ રાજ્યસરકારનો શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્ય પારિતોષિક પ્રાપ્ત કરવા બદલ અંધશાળામાં ફરજ બજાવતા રમેશભાઈ બારડનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાની શાળામાં અભ્યાસ કરતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાથીઓને શિષ્યવૃત્તિ, અન્નપુર્ણા યોજના હેઠળ જરૂરિયાતમંદ પરિવારોને અનાજકીટ, નેતર અને ફોલ્ફિંગ સ્ટીકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત સભ્યોને સ્મૃતિભેટ સ્વરૂપે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ગોળ, ચાદર પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને શર્ટ પીસ અને બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અધિવેશન દરમિયાન  કાર્યક્રમના ઉદ્ઘાટક પ્રદીપભાઈ દેસાઈ, મુખ્ય મહેમાન જીતુભાઇ ઉપાધ્યાય અને આરબીઆઈ અમદાવાદમાં મૅનેજર તરીકે ફરજ બજાવી ચૂકેલા ત્રિપાઠીએ પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું.  તેમજ અધ્યક્ષસ્થાનેથી મંડળના પ્રમુખ લાભુભાઈ સોનાણીએ પ્રાસંગિક  પ્રવચનમાં મંડળ સતત રહે તે માટે સહયોગ આપતા દરેક દાતાઓ અને સ્વયંસેવકોનો આભાર માન્યો હતો.

Previous articleસામાજિક વનીકરણ વિભાગ દ્વારા બોટાદ દ્વારા રાણપુરમાં પક્ષી બચાવો અભિયાનનો પ્રારંભ
Next articleગારિયાધારના વિરડી ગામે મુસ્લિમ સમાજનો સમુહશાદી સમારોહ યોજાયો