ગારિયાધાર ખાતે કોળી સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયો

808

આજરોજ ગારિયાધાર ખાતે ગારિયધાર તાલુકા તળપદા કોળી પટેલ સમાજ દ્વારા દસમો સમુહ લગ્ન્ત્સવ યોજાયો હતો. જેમાં પર યુગલોએ સંતો મહંતોના આશિર્વાદ લઈને પ્રભુતામાં પગલા પાડેલ.

ગારિયધારના રૂપાવટી રોડ પાસે આ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ જેમાં સંત કાળુબાપુ (હડમતીયા), શંકરગીરી બાપુ (ગારિયાધાર) તથા સામાજીક તેમજ રાજકીય આગેવાનો હાજર રહેલ, તેમજ સમાજના આગેવાનો તથા વિવિધ યુવક મંડળો દ્વારા વ્યવસ્થાપનની મહત્વની જવાબદારી નિભાવવામાં આવેલ, તથા ટ્રાફીક સંચાલન તેમજ વાહનો પાર્કીંગની પણ વ્યવસ્થા કાર્યકરોની ટીમ દ્વારા હાથ ધરેલ, કાર્યક્રમમાં સંતો મહંતોની સાથો સાથ ધારાસભ્ય ગારિયાધાર, ધારાસભ્ય મહુવા, તથા માજી ધારાસભ્ય રાજુલા સહિત સ્થાનિક રાજકીય આગેવાનોએ હાજર રહી તમામ નવદંપતિઓએ આશીર્વાદ પાઠવેલ અને લગ્નવિધી પુર્ણ થયે સૌ ભોજન પ્રસાદ લઈ વિદાયની વિધિ પુર્ણ કરી કાર્યક્રમનું સમાપન કરેલ.

Previous articleમકરસંક્રાંતિ પર્વે લાઠીમાં ઘાયલ પક્ષીઓની સારવાર
Next articleભુરખિયા હનુમાનજી મંદિર ખાતે નેત્રનિદાન સારવાર કેમ્પ યોજાયો