લદાખમાં બરફનું તોફાન

871

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની ચાદર વચ્ચે જનજીવન ઠપ છે ત્યારે બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં લડાખના ખારદૂંગલા ક્ષેત્રમાં એક ટ્રક શુક્રવારે ભખડો ધસી પડવાના સકંજામાં આવી જતાં તેમાં રહેલા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. જ્યારે અન્ય પાંચ લોકોની શોધખોળ ચાલી રહી છે. સરહદ માર્ગ સંગઠનના અધિકારીઓનું કહેવું છે કે, શોધખોળની પ્રક્રિયા હજુ ચાલી રહી છે. આ ટ્રકમાં ૧૦ લોકો મુસાફરી કરી રહ્યા હતા. શૂન્યથી ૧૫ ડિગ્રી નીચે તાપમાનની સ્થિતિ વચ્ચે સ્થિતિ જટિલ બની ગઈ હતી. ૧૨ જેટલી સ્થાનિક અને પાંચ ઇન્ટરનેશનલ ફ્લાઇટોમાં વિલંબની સ્થિતિ છે. શુક્રવારે સવારે ચોપાન-અલ્હાબાદ અને કટિહાર-હાઝીપુર પેસેન્જર ટ્રેન બે કલાક મોડી થઇ હતી. દિલ્હી અને એનસીઆરમાં પણ હાલત કફોડી બનેલી છે.

જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં ખાસ કરીને લડાખ વિસ્તારમાં ભારે હિમવર્ષા થઇ છે. હિમવર્ષા હજુ જારી રહેવાની શક્યતા છે. લેહમાં માઇનસ ૧૨ અને કારગિલમાં માઇનસ ૨૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. દ્રાસમાં માઇનસ ૨૨ ડિગ્રી તાપમાન થઇ ગયું છે. જમ્મુ કાશ્મીરમાં પાણીના સ્ત્રોતમાં બરફ જામી જતા હાલત કફોડી બનેલી છે. હવામાન વિભાગના કહેવા મુજબ ૧૯મી જાન્યુઆરીથી લઇને ૨૩મી જાન્યુઆરી દરમિયાન ખીણમાં ભારે હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે.

અનેક વિસ્તારોનો સંપર્ક તુટી ગયો છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડુગાર થઇ જતા જનજીવન ખોરવાઇ ગયુ છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતી વચ્ચે જનજીવન ખોરવાઇ ગયુ છે. ટ્રેનો અને વિમાની સેવા પર અસર થઇ છે. દિલ્હી આવનારી ૧૦ ટ્રેનો મોડી દોડી રહી છે. વિજિબિલીટી ઘટી જવાના કારણે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં વિમાની સેવા ઉપર પણ માઠી અસર થઇ છે.  ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની સ્થિતી  ફરી એકવાર જોવા મળી રહી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleસ્પર્ધામાં બી.એમ. કોમર્સ કાવ્યલેખન સિધ્ધ