ISIના ત્રણ ખતરનાક શાર્પ શુટરની કરાયેલી અટકાયત

536

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ સંસ્થાની ટીમે મોટી સફળતા હાંસલ કરી છે. આ ટીમે ૨૬મી જાન્યુઆરી પહેલા  મોટા હુમલાની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. ટીમે ત્રણ ખતરનાક શાર્પ શુટરની ધરપડડ કરી લીધી છે. રાષ્ટ્રીય પાટનદર દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાંથી આ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તેમની કઠોર પુછપરછ ચાલી રહી છે. આ શાર્પ શુટરોના નિશાના પર પ્રજાસત્તાક દિવસ પહેલા બે મોટા નેતાઓની હત્યા કરીને દહેશત ફેલાવવા માટેની રહેલી હતી. ધરપકડ કરવામા ંઆવેલા શખ્સોમાં ટ્રેનિંગ લઇ ચુકેલા અફઘાનિસ્તાનના નાગરિકનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની આઇએસઆઇ દ્વારા આ શખ્સોને પ્રજાસત્તાક દિવસથી પહેલા બે વરિષ્ઠ નેતાઓની હત્યા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલા સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે આ ઓપરેશનના માસ્ટર માઇન્ડની ઓળખ કરી લેવામાં આવી છે. માસ્ટર માઇન્ડ તરીકે પાકિસ્તાનના અંડરવર્લ્ડ ડોન રસુલ ખાન પાર્ટી તરીકે થઇ છે.

અત્રે નોંધનીય છે કે રસુલ ખાન જ વર્ષ ૨૦૦૩માં માર્યા ગયેલા ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન રેન પંડયાની હત્યમાં મુખ્ય કાવતરા ખોરની ભૂમિકા અદા કરી હતી.ધરપકડ કરવામા ંઆવેલા ત્રણ શાર્ટ શુટર પૈકી એક આફઘાન નાગરિક મોહમ્મદ સબૈફી છે. તેના પિતાનુ નામ સબીર છે. તે અફઘાનના મજારે શરીફ વિસ્તારનો નિવાસી છે. શેખ રિયાજુદ્દીન ઉર્ફે અલામીની પણ ધરપકડ કરવામાં આવી છે.  પોલીસે તેમની પાસે આઇફોન અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા.  શેખ રિયાઝુદ્દીન ઉર્ફે રાજા ઉર્ફે અલામીને દિલ્હીના મદનગીરમાં મકાન નંબર ૬૩૭માંથી પકડી લેવામાં આવ્યો હતો. ધરપકડ કરવામાં આવેલી ત્રીજી વ્યક્તિ કેરળના કાસરગોડનો નિવાસી છે. તેનું નામ સીએમ ઉર્ફે તસ્લિમ છે. સુત્રોના કહેવા મુજબ આમાથી બેને ત્રણ દિવસ પહેલા જ નિઝામુદ્દીનની પાસે હથિયારોની સાથે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તમામની પાસેથી મોબાઇલ ફોન અને અન્ય હથિયારો કબજે કર્યા છે. આ કાવતરાની માહિતી ગુપ્તચર સંસ્થાઓને એ વખતે મળી હતી જ્યારે રસુલપાર્ટી અને દક્ષિણ ભારતના એક વ્યક્તિની વચ્ચે કોલને ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા હતા. આ લોકો હથિયારોની વ્યવસ્થા કરી રહ્યા હતા. બે હાઈવેલ્યુ ટાર્ગેટની વાત કરી રહ્યા હતા. આ તમામ એક્શનને મિડ ડિસેમ્બરમાં ટ્રેક કરવામાં આવ્યા હતા. આ અહેવાલને સમર્થન આપવામાં આવ્યા બાદ પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી અને શાર્પશૂટરોને પકડી પાડવામાં આવ્યા છે.

Previous articleવાયબ્રન્ટ જ્યાં યોજાયો છે તેવા મહાત્મા મંદિરમાં જ ગંદકી-એઠવાડના ઢગ
Next articleપ.બંગાળમાં વિપક્ષનું શક્તિપ્રદર્શન-મહારેલી