અભૂતપૂર્વ શ્રદ્ધા વચ્ચે આજે પોષ પૂર્ણિમા સ્નાન

612

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ઉપર ચાલે રહેલા મહાકુંભ મેળાના ભાગરૂપે આવતીકાલે ૨૧મી જાન્યુઆરીના દિવસે પોશ પૂર્ણિમા સ્થાનની પ્રક્રિયા યોજાનાર છે. ૧૫મી જાન્યુઆરીના દિવસે પ્રથમ શાહી સ્નાન સાથે મહાકુંભ મેળાની શરૂઆત થઈ હતી. આવતીકાલે પોશ પૂર્ણિમા સ્નાનને લઈને પણ અભૂતપૂર્વ ઉત્સાહ શ્રદ્ધાળુઓ અને સાધુ સંતોમાં જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ પૂર્ણિમા સ્નાન મેળાની શરૂઆત થશે. પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં કરોડો લોકો પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આી રહી છે. પહેલાથી જ સાધુ સંતોના સ્નાન માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. તે પહેલા કોઈપણ સ્નાન માટે નદીમાં ઉતરી શકે નહીં. કેટલીક વખત શાહી સ્નાનને લઈને સંતો વચ્ચે સંઘર્ષની સ્થિતિ પણ ભૂતકાળમાં જોવા મળી ચુકી છે. શાહી સ્નાન માટેની પરંપરા સદીઓ જૂની રહેલી છે.

આવતીકાલે પોશ પૂર્ણિમા સ્નાન બાદ ૩૧મી જાન્યુઆરીના દિવસે પોશ અકાદશી સ્નાનની વિધિ રહેશે. એમ માનવામાં આવે છે કે શાહી સ્નાનની પરંપરા ૧૪મીથી લઈને ૧૬મી સદી વચ્ચે શરૂ થઈ હતી. તે વખતે દેશમાં મોગલ શાસકો આવવાની શરૂઆત થઈ હતી.

હરિદ્વારમાં ગંગાના કિનારે કુંભનું આયોજન કરવામાં આવે છે. ૧૫મી જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણ પર્વના એક દિવસ પછી અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મહાકુંભ ૨૦૧૯ની શરૂઆત થઈ હતી. ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ઉપર પ્રથમ શાહી સ્નાન સાથે આની શરૂઆત થયા બાદ પ્રથમ શાહી સ્નાનમાં લાખો લોકોએ પવિત્ર ડુબકી લગાવી હતી. હવે આવતીકાલે પોષ પૂર્ણિમા સ્નાનમાં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળઓ વહેલી સવારથ ઉમટે તેવી શક્યતા છે. ચોથી માર્ચ સુધી કુંભ મહોત્સવ ચાલનાર છે. ૫૦ દિવસ સુધી કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આના માટે ૪૨૦૦ કરોડ રૂપિયાની જંગી રકમ ખર્ચ કરવામાં આવી રહી છે. મહાકુંભને લઈને મહિનાઓથી તૈયારીઓ ચાલી રહી હતી.

Previous articleવિરોધીઓ અત્યારથી જ હારના બહાના શોધે છે : મોદી
Next articleમાયાવતી ન તો મહિલા, ન તો પુરુષ, તે કિન્નરથી પણ ખરાબ : સાધના સિંહ