આઈસીસી ટેસ્ટ રેન્કિંગ : ભારત અને કોહલીની ટોચની સ્થિતિ યથાવત

783

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં પ્રથમ જીતથી ભારતીય ટીમ અને તેના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે અહીં જાહેર થયેલા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પોતાની સ્થિતિ મજબૂત કરી હતી. ભારતના ૧૧૬ પોઈન્ટ છે અને તે વિશ્વની નંબર એક ટેસ્ટ ટીમ છે. કેપ્ટન કોહલી બેટ્‌સમેનોના રેન્કિંગમાં ૯૨૨ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને અને તે બીજા સ્થાને રહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન (૮૯૭)થી ૨૫ પોઈન્ટ આગળ છે.

ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કરનાર ચેતેશ્વર પૂજારા ત્રીજા સ્થાને યથાવત છે જ્યારે યુવા રિષભ પંત પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ ૧૭માં સ્થાન પર છે. બોલરોમાં કાગિસો રબાડા હજુપણ નંબર એક પર છે. જ્યારે ભારતીયોમાં રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિન ક્રમશઃ પાંચમાં અને નવમાં સ્થાને છે. ફાસ્ટ બોલરોમાં જસપ્રીત બુમરાહ ૭૧૧ પોઈન્ટ સાથે ૧૫માં સ્થાને પહોંચી ગયો છે.

ઈંગ્લેન્ડે પોતાનું ત્રીજુ સ્થાન જાળવા રાખવા માટે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચોની સિરીઝ જીતવી પડશે જ્યારે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાએ પણ તેના એક દિવસ બાદ શરૂ થઈ રહેલી બે મેચોની સિરીઝમાં મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવવા પડશે. ઈંગ્લેન્ડ ૩-૦થી ક્લીન સ્વીપ કરે તો તેના ૧૦૯ પોઈન્ટ થઈ જશે પરંતુ તે ભારત અને આફ્રિકા કરતા પાછળ રહેશે. જ્યારે સિરીઝનું પરિણામ ગમે તે રહે વેસ્ટ ઈન્ડિઝ આઠમાં સ્થાને રહેશે.

Previous articleઅમારી પાસે વિશ્વકપ ૨૦૧૯ જીતવાની શાનદાર તકઃમલિક
Next articleમુંબઇ ઇન્ડિયન્સની બીસીસીઆઈને ભલામણ, હાર્દિક મામલે જલ્દી નિર્ણય લે