ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે એલસીબી અને ટાઉન પોલીસે પૂર્વ બાતમી આધારે રહેણાંકી મકાનમાં રેડ કરી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લીધા હતા.
ભાવનગર, એલ.સી.બી. તથા પાલીતાણા ટાઉન પો.સ્ટે. સ્ટાફનાં માણસો સુચના મુજબ પાલીતાણા ટાઉન વિસ્તારમાં પ્રોહી./જુગાર અંગેની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,પાલીતાણા,પરીમલ સોસાયટી,નારી કેન્દ્દ પાછળ,રામ સોસાયટી,ગફારભાઇનાં રેશન શોપ સામે રહેતાં રવિરાજ ઉર્ફે મુન્નો દાનુભાઇ મોભ તથા તેનો મિત્ર નદિમ ઉર્ફે ભાણો ગફારભાઇ જુણેજા રહે.રહેમાનદાદાની વાડી,ઘેટી રીંગ રોડ,પાલીતાણાવાળા બંને જણાં રવિરાજ ઉર્ફે મુન્નાનાં રહેણાંક મકાનમાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વાહનમાં હેરફેર કરવાની તૈયારીમાં છે.જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં પોલીસને જોઇ ભાગવા જતાં રવિરાજ ઉર્ફે મુન્નો, નદિમ ઉર્ફે ભાણો પકડાય ગયેલ. જે રહેણાંક મકાનની પાછળનાં ભાગે ગેલેરી તથા ટાટા કંપનીની ટેઇગો કાર રજી.નંબર-જીજે-૦૪-સીજે ૫૩૬૨માંથી અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૨૬૪ કિ.રૂ.૭૯,૨૦૦/-,બિયર ટીન નંગ-૧૪૪ કિ.રૂ.૧૪,૪૦૦/-,મોબાઇલ નંગ-૪ કિ.રૂ. ૨૨,૦૦૦/-તથા કાર કિ.રૂ.૪,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૫,૬૫,૬૦૦/-નોમુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ. અને બંને ઇસમોને અટક કરી તેઓ વિરૂધ્ધ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરીમાં ડી.એમ.મિશ્રા પો.ઇન્સ. તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ.,એલ.સી.બી.નાં માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં પ્રદ્યુમનસિંહ ગોહિલ, કિરીટસિંહ ડોડિયા, જીતેન્દ્દસિંહ ઝાલા, અજયસિંહ વાઘેલા,કેવલભાઇ સાંગા તથા પાલીતાણા ટાઉન પો.સ્ટે.નાં કે.જે.વાળા તથા જયદાનભાઇ ગઢવી વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.
આડોડીયાવાસમાંથી દારૂની ૧ બોટલ ઝડપાઈ
શહેરના આડોડીયાવાસ વિસ્તારમાં રહેતા નીમાબેન બટુકભાઈ આડોડીયાના રહેણાંકી મકાનમાં ઘોઘારોડ પોલીસ સ્ટાફે બાતમી રાહે રેડ કરી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧, કિ.રૂા.૪૦૦ની ઝડપી લીધી હતી. જ્યારે મહિલા બુટલેગર નાસી છુટી હતી.