આહાર અને આરોગ્ય

1047

આરોગ્યમ્ય જીવન માટે ઘણાં પરિષબળો છે. તેમાનું અગત્યનું પરિબળ છે. આહાર, આપણો ગુજરાતીઓનો આહાર ઘણી રીતે સમતોલ અને આરોગ્ય માટે ઉત્તમ છે. શરત એ છે કે આહારમાં જુદી-જુદી ચીજો સપ્રમાણ લેવી જોઈએ. તબીબી આહાર શાસ્ત્રીની દ્રષ્ટિએ આપણા ખોરાકમાં મુખ્યત્વે છ ઘટકો હોવાં જોઈને (૧) કાર્બોદિત (ર) નત્રલ (પ્રોટીન્સ) (૩) ચરબી (ફેટ) (૪) પ્રજીવકો. (વિટામીન્સ) (પ) ખનીજો (મિનરલ્સ), (૬) પાણી.

પરંતુ સામાન્ય માનવીની દ્રષ્ટિએ આવા ઘટકો તથા તેનું પ્રમાણ વગેરે ગૂંચવાડો ઉભો કરે છે. તેથી સદી રીતે કહીએ તો રોજબરોજના આહારમાં ખાસ કરીને ગુજરાતી ભોજનમાં નીચેના નવા ઘટકો સપ્રમાણ હોવા જોઈએ. (૧) કઠોળ (ર) અનાજ (૩) પાંદડાવાળા શાકભાજી (૪) ફળો (પ) કંદમૂળ (૬) દુ અને તેમાંથી બનાવેલ ચીજો (૭) તેલ-ઘી વગેરે (૮) ખાંડ-ગોળ વગેરે (૯) પ્રવાહી.

માંસાહારીઓ માટે મુખ્યત્વે ૪ ઘટકો જરૂરી છે. (૧) માંસ (ર) મચ્છી (૩) ઈંડા અને (૪) ચીકન, આથી મિશ્ર આહારીઓ માટે ૯ + ૪ = ૧૩ પ્રકારની આહારની આઈટમો થાય. ક્રિકેટમાં ૧૧ + ર એકસ્ટ્ર હોય છે. તેમ પરંતુ તફાવત એટલો કે ક્રિકેટની ટીમમાં ખેલાડી પૂરી સંખ્યામાં જોઈએ, જયારે ખોરાકના ઘટકોમાં બે-ત્રણ ઓછા કે બે-ત્રણ વધારો ઘટકો (વયક્તિગત તથા અન્ય પરિસ્થિતિ મુજબ) હોય તો વાંધો ન આવે.

અનાજ (સિરીયલ્સ)માં મુખ્યત્વે ઘઉં, બાજરો, જુવાર, ચોખા વગેરે છે. ઉત્તર ભારતના પ્રદેશમાં ઘઉં પ્રભુત્વ ધરાવે છે. જયારે દક્ષિણ ભારતમાં ચોખા મુખ્ય ખોરાક છે. ગુજરાત, ભારતના નકશામાં લગભગ વચ્ચે આવેલું છે. તેથી ઘંઉં તથા  ચોખા બંનેનું ગુજરાતી થાળીમાં સ્થાન છે. જે સમતોલ આહારની દ્રષ્ટિએ ઘણું સાચુ અને સારૂ છે. આ બંને સાથે આપણી થાળીમાં કઠોળ તથા લીલાં શાકભાજીને પણ સ્થાન મળ્યું છે. જો કે ફળોને જોઈએ તેટલું મહત્વ આપણે આપતા નથી તે ખામીભર્યુ પાસું છે.

અનાજ : ખાસ કરીને ઘઉં, જેમાંથી  રોટલી ભાખરી કે પરોઠ ! બનાવાય છે. તેમાં ભાત ઉમેરાતો તે ૬૦ થી ૭૦ ટકા થઈ જાય છે. અને આમા થાય તો જ આપણને ભોજન તૃપ્તિ કે માણ વળે છે. અનાજમાંથી શક્તિ એટલે કે કેલરીના દ્રષ્ટિએ જોઈતો તો દર ૧૦૦ ગ્રામ દીઠ ૩૦૦થી ૩રપ કેલેરી શ્કતિ મળે, મકાઈમાં પ્રમાણમાં ઓછી કેલરી મળે. અનાજ કાર્બોદિત ઘટકથી ભરપુર હોય છે પરંતુત ેમાં ચરબીનું પ્રમાણ ખુબ જ ઓછું (૧૦૦ ગ્રામ દીઠ ર થી પ ગ્રામ જેટયલું જ) હોય છે.

ચરબીવાળા ખોરાકઃ ઘી, તેલ, માખણ, મલાઈ વગેરેમાં ૧ ગ્રામ દીઠ નવ કેલેરી મળે છે. કાર્બોદિતપદાર્થો તથા નત્રલ પદાર્થોમાં માત્ર ચાર કેલેરી મળે છે. નત્રલ પદાર્થો મુખ્યત્વે શરીરના બંધારણમાં વિશેષ ભાગ ભજવે છે.

અનાજમાં થોડા પ્રમાણમાં ખનીજ, ફાયબર્સ (રેસા) તથા પ્રજીવકો પણ હોય છે. પરંતુ આ ત્રણેય માટે આપણે લીલાં શાકભાજી (પાંદડાવાળા) તથા ફળોનો યોગ્ય ઉપયોગ કરવો માત્ર જરૂરી જ નહીં પણ અત્યંત જરૂરી છે.

ખોરાકના મુખ્ય ત્રણ ઘટકો ઉપરાંત ખનીજ તત્વો કે ક્ષાર (મિનરલ્સ)નું સ્થાન આહારમાં મહત્વનું છે. જેમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયોડીન, લોહ વગેરે મુખ્ય છે.

ખાસ કરીને બાળકોની શરૂઆતની ઉંમરમાં અપુરતું કેલ્શિયમ (ચુનો) આપવામાં આવે તો તેના દાંત, હાડકાં, વાળ, નખ વગેરેનું બંધારણ ખૂબ જ અયોગ્ય અને નબળું થશે. દરરોજ પ૦૦ થી ૧૦૦૦ મિલીગ્રામ કેલ્શિયમ કુદરતી ખોરાક દ્વારા અપાવું જોઈએ. જેથી કેલ્શિયમની ગોળી કે ઈંજેકશનો લેવાનો વારો ન આવે.

માંસાહારી માટે કેલ્શિયમ સ્ત્રોત્ત સહેલાઈથી મળી જાય છે. શાકાહારી માટે દુધ, સુકોમેવો, સોયાબીન વગેરે કેલ્શિયમનો સ્ત્રોત છે. જે આપણામાના ઘણાં ઓછું લે છે. ખાસ કરીને ગરીબ બાળકને તે પરવડતું નથી. ઉપરાંત લીલાં શાકભાજી, ઘઉં, કઠોળ, ગોળ વગેરેમાં પણ કેલ્શિયમ હોય છે. જે પ્રમાણમાં સસ્તુ હોય છે. જે પ્રમાણમાં સસ્તુ હોય છે. આ સાથે એક ખુબ જ અગત્યની વાત એ પણ છે કે ઉપરોકત કેલ્શિયમ ધરાવતી ચીજોની સાથે જો મીઠું એટલે કે નિમક (સોલ્ટ) કે તેમાંથી બનાવેલ વાનગી વધુ લેવામાં આવે તો કેલ્શિયમનું હાડકામાં શોષણ (એબસોર્બશન)થતુ નથી. માટે વધુ નમક ન લેવું જોઈએ.  આમ વધુ પડતું મીઠું માત્ર વધુ લોહી દબાણ (બી.પી.) જ વધારે છે તેવું નથી, આ સફેદ ઝેર (વધુ માત્રામાં લેવાય તો) હાડકા પોલા થવા માટે પણ જવાબદાર છે. (ઓસ્ટીયોપોરોસીસ).

શરીરને પુછીને જમો જીભને પુછને નહીં

આપણે જીવવા માટે ખાવું જોઈએ, ખાવા માટે જીવવું જોઈએ નહીં આ ઉક્તિ ખુબ પ્રચલિત છે. પરંતુ તેને અમલમાં મુકવી કઠીન છે. જે જીભ જીતે તે જગ જીતે. એ વાત વાણી માટે જેટલી સાચી છે, જીભના બીજા અગત્યના કાર્ય, સ્વાદ માટે પણ એટલી જ સાચી છે. આહાર પોષણયુક્ત, સમતોલ છતાં સ્વાદિષ્ટ હોવો જોઈએ. આ ત્રણે ગુણો ધરાવતો આહાર તૈયાર કરી રસોઈની થાળી પીરસવી એ એક ખુબ જ ઉપયોગી કલા છે. જે આ કલા હસ્તગત કરે તે જમનારાના દિલ જીતી લે છે. આહાર શાસ્ત્રીઓના મતે સવારનો નાસ્તો કરવો જરૂરી છે. આ નાસ્તો ભરપેટ કરવો જરૂરી છે. બપોર થોડું ઓછું અને રાત્રે સાવ ઓછું જમવાનું આહારશાસ્ત્રીઓ સુચવે છે. જો કે વ્યક્તિગત ફેરફારો હોય શકે. ઘણા ર૪ કલાકમાં એકવાર તો મોટા ભાગના બે વાર ભોજન લઈને સારી તંદુરસ્તી ધરાવે છે. ઘણાં ત્રણે સમય સરખું ભોજન લઈ આરોગ્યમય રહે છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ખોરાક સપ્રમાણ (સપ્રમાણ શબ્દ પર ખાસ ભાર મુકું છું.) હોવો જોઈએ. સમતોલ હોવો જોઈએ, એટલે કે ખોરાકમાં જુદા-જુદા ઘટકો યોગ્ય માત્રામાં હોવા જોઈએ. રાત્રે બહુ મોડા જમવાની કુટેવ નુકશાનકર્તા છે. શક્ય હોય ત્યાં સુધી ફીક્સ ટાઈમે જ જમવાની સુટેવ કેળવવી. આ ઉપરાંત, ઉંમર, જાતિ, જયાં રહેતો હો તે પ્રદેશનું વાતાવરણ (આબોહવા), કાર્ય, પ્રકાર આર્થિક પરિસ્થિતિ, રોગની હાજરી અને અન્ય પરીબળો મુજબ આહારમાં આવર-નવાર ફેરફારો કરવો. જરૂર પડે તો તજજ્ઞોની સલાહ લેવી.

Previous articleખેડૂતો પાસેથી ઓછી કિંમતે જમીન લઈ ૧૦ ગણી કિંમતે આપતી હોવાનો સરકાર પર આક્ષેપ
Next articleમાધ માસના શુકલ પક્ષના પખવાડિયાનું સંક્ષિપ્ત પંચાંગ- વિવરણ