ખેડૂતો પાસેથી ઓછી કિંમતે જમીન લઈ ૧૦ ગણી કિંમતે આપતી હોવાનો સરકાર પર આક્ષેપ

766

ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીન સરકાર લઇ રહી છે અને ખેડૂતોને વળતર પણ આપી રહી છે. પરંતુ આ મામલામાં કેટલાક ખેડૂતોએ સરકાર સામે બાયો ચઢાવી છે. કેટલાક મામલામાં ખેડૂતો સરકારને મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પોતાની જમીન આપવા માટે તૈયાર નથી. અને સરકાર સામે પોતાનો વિરોધ ખુલાને નોંધાવી રહ્યા છે.

સરકારનાં વિવિધ પ્રોજેક્ટમાં જમીન સંપાદન મુદ્દે ખેડૂતો અને સમાજના આગેવાનો દ્રારા તંત્ર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેઓ ખેડૂતોની જમીન ઊંચા ભાવે ખાનગી કંપનીઓને વેચાણ આપી રહી છે. જંત્રી કરતા માત્ર ૩૦ ટકા જ વળતર ખેડૂતોને આપામાં આવી રહ્યું છે. જ્યારે સરકાર જમીનના દસ ગણા ભાવ વસૂલે છે. ખેડૂતોને મિસગાઈડ કરી ઓછી કિંમત આંકવામાં આવી રહી છે. ખેડૂતોના આગેવાન જયેશ પાલ અને દર્શન નાયકે આવા આરોપો સરકાર પર મૂક્યા છે.

સુરતમાં ખેડૂતોની જમીન પડાવી રાજ્ય સરકાર ઊંચા ભાવે ખાનગી કંપનીઓને વેચી રહી હોવાના ગંભીર આક્ષેપ ગુજરાત ખેડૂત સમાજના આગેવાન જયેશ પાલ અને કોંગ્રેસના દર્શન નાયકે લગાવ્યો છે. જમીન સંપાદનમાં સરકાર દ્વારા જંત્રી કરતા માત્ર ૩૦ ટકા વળતર ચૂકવતું હોવાની પણ ફરિયાદ કરવામાં આવી રહી છે. ખેડૂત સમાજ કહે છે કે રાજ્ય સરકાર લોડ કર્ઝનને સારા કહેવડાવી રહી છે. ખેડૂતો દ્વારા ગંભીર આક્ષેપ જિલ્લા કલેકટર અને રાજ્ય સરકાર સામે કરવામાં આવ્યા છે. સુરત કલેકટર દ્વારા નક્કી કરાયેલી જમીન હજારો ગણી છે છતાં ખેડૂતોને મિસગાઈડ કરીને તેમની જમીનની કિંમત ઓછી અંકાઈ છે.

Previous articleલોકસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસે જુદી જુદી ૭ કમિટી બનાવી
Next articleઆહાર અને આરોગ્ય