‘એર ઈન્ડિયા વન’ વધુ સુરક્ષિત થશેઃ અમેરિકાએ બે મિસાઈલ ડીફેન્સ સિસ્ટમનું વેચાણ મંજૂર કર્યું

565

અમેરિકાએ ભારતને પહેલીવાર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વેચવા પર સહમતિ વ્યક્ત કરી છે. ૧૯૦ મિલિયર ડૉલર (અંદાજિત ૧૩૬૦ કરોડ રૂપિયા)ની આ ડીલ હેઠળ અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગન ભારતની એર ઇન્ડિયા વનની બે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદશે. એર ઇન્ડિયા વન ભારતના વડાપ્રધાન અને પ્રેસિડન્ટની એર ડિફેન્સમાં લાગેલા એર સ્ક્વોડનું નામ છે.

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને બુધવારે જ અમેરિકન કોંગ્રેસ (સંસદ)માં ભારતની સાથે આ સોદાની મંજૂરીનું નોટિફિકેશન જાહેર કર્યુ છે. જે હેઠળ અમેરિકા ટૂંક સમયમાં જ ભારતને લાર્જ એરક્રાફ્ટ ઇન્ફ્રારેડ કાઉન્ટરમેસર્સ (લાયરકૅમ) અને સેલ્ફ પ્રોટેક્શન સૂટ્‌સ (જીઁજી) નામની બે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ આપશે. ભારત સરકારે થોડાં દિવસ પહેલાં અમેરિકન સરકારને આ બંને સિસ્ટમ ખરીદવાની અરજી મોકલાવી હતી. પેન્ટાગન અનુસાર, આ ડીલની મદદથી ભારત અને અમેરિકાની વચ્ચે સંબંધો વધુ મજબૂત બનશે. સાથે જ અમેરિકાની ડિપ્લોમસી અને વિદેશ નીતિ માટે પણ આ એક નવું પરિમાણ હશે. આ ડિફેન્સ સિસ્ટમને બોઇંગ-૭૭૭ એરક્રાફ્ટમાં લગાવવામાં આવશે. ભારત સરકાર ટૂંક સમયમાં જ એર ઇન્ડિયા પાસેથી આ માટે બે બોઇંગ-૭૭૭ વિમાન ખરીદી શકે છે.

આ સિસ્ટમ્સની મદદથી ભારતીય વડાપ્રધાન અને પ્રેસિડન્ટને મળનારી હવાઇ સુરક્ષા અમેરિકાના પ્રેસિડન્ટને મળતી સુરક્ષા એરફોર્સ-૧ની સરખા સ્તરની બની જશે.

અમેરિકન વૈજ્ઞાનિકોના સંઘ અનુસાર, લાયરકૅમ સિસ્ટમ મોટાં વિમાનોને નાની મિસાઇલ્સથી બચાવે છે. હુમલાની જાણકારી માટે આ સિસ્ટમ એકવારમાં જ અનેક સેન્સર્સનો ઉપયોગ કરે છે. વિમાનમાં ફિટ થયા બાદ તે ક્રૂને મળતો વોર્નિંગ ટાઇમ વધારી દે છે. સાથે જ તે મધ્યમ અંતરની મિસાઇલ સિસ્ટમ પર ઓટોમેટિકલ પલટવાર પણ કરી દે ચે. આ માટે વિમાનના ક્રૂને પોતાના તરફથી કોઇ એક્શન લેવાની નહીં રહે. પાઇલટ્‌સને માત્ર એટલી જાણકારી મળી જાય છે કે, મિસાઇલે હુમલાને પારખીને તેને નષ્ટ કરી દીધો છે. પેન્ટાગને સ્પષ્ટતા કરી છે કે, ભારતને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ આપવાથી ઉપખંડમાં સ્થાપિત સૈન્ય સંતુલન કોઇ પ્રકારે નહીં બગડે.

Previous article૧૨ ફેબ્રુ.એ અટલ બિહારી વાજપેયીનું લાઇફ સાઇઝ પોટ્રેઇટ સંસદમાં મૂકાશે
Next articleમની લોન્ડરિંગ કેસમાં બીજા દિવસે વાડ્રાની ૯ કલાક પુછપરછ