રાજસ્થાન : બીજા દિવસે ગુર્જર આંદોલનથી ટ્રેન સેવાને અસર

631

રાજસ્થાનમાં બીજા દિવસે પણ ગુર્જર આંદોલન જારી રહેતા  તેની માઠી અસર ટ્રેન સેવા પર થઇ છે. શ્રેણીબદ્ધ ટ્રેનોને રદ કરવામાં આવી હતી. દેખાવકારો રેલવે ટ્રેક પર ગોઠવાઇ ગયા હતા. ગુર્જર નેતા કિરોડી સિંહ બેનસલા પોતાના સમર્થકોની સાથે રાજસ્થાનના સવાઇ માધોપુર જિલ્લામાં ટ્રેનના પાટા પર બેઠા છે. તેમણે કહ્યુ હતુ કે ગુર્જર સમુદાયની માંગને પૂર્ણ કરવાની બાબત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન અશોક ગહેલોત માટે વધારે મુશ્કેલ નથી. બેનસલાએ આ વખતે થઇ રહેલા આંદોલનને આરપારની લડાઇ તરીકે ગણાવીને તેની ટિકા કરી છે. ટ્રેક પર જારી પ્રદર્શનના કારણે અનેક ટ્રેનોની સેવાને માઠી અસર થઇ છે. તેમણે કહ્યુ હતુ કે અમારી પાસે સારા વડાપ્રધાન અને મુખ્યપ્રધાન છે. અમે ઇચ્છીએ છીએ કે ગુર્જર સમુદાયની માંગને પૂર્ણ કરવામાં આવે. તેમની માટે અનામત માટેની માંગ પૂર્ણ કરવાની માંગ અયોગ્ય નથી. રાજ્ય સરકાર તેમના વચનને વે પાળે તે જરૂરી છે. પ્રદર્શનના કારણે પશ્ચિમી મધ્ય રેલવેના કોટા ડિવીઝનની ૭ ટ્રેનના રૂટ બદલાયા છે. એક ટ્રેન રદ કરી દેવામાં આવી છે. કેટલીક ટ્રેનોને અડવચ્ચે સુધી ચાલુ રાખવામાં આવી છે. કોટા ડીઆરએમ દ્વારા ટ્‌વીટ કરીને કહેવામાં આવ્યુ છે કે કેટલીક ટ્રેનોના રૂટ બદલી દેવામાં આવ્યા છે. દરમિયાન ગુર્જર આંદોલનને ધ્યાનમાં લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કોંગ્રેસના સુત્રોએ કહ્યુ છે કે ગુર્જર નેતાઓની સાથે વાતચીત કરવા માટે એક સમિતીની રચના કરવામાં આવી છે.ગુર્જરોનુ આંદોલન છેલ્લા ૧૪ વર્ષથી ચાલી રહ્યુ છે. આજે ફરી આંદોલને ગતિ પકડી લીધી છે. શુક્રવારના દિવસે  તીવ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા બાદ આજે પણ દેખાવો જારી રહ્યા હતા. મળેલી માહિતી મુજબ હજુ સુધી ૧૪ ટ્રેનોને રદ કરવામાં આવી ચુકી છે. ૨૦થી વધુ ટ્રેનોના માર્ગ બદલી દેવામાં આવ્યા છે. પ્રદર્શનના કારણે કેટલીક ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે. રાજસ્થાનના કોટા મંડળમાં ગુર્જર આંદોલનના કારણે આંશિક ટ્રેનો રદ કરવામાં આવી હતી. અનેક ટ્રેનોના રુટ બદલી દેવામાં આવ્યા હતા. ટ્રેનોમાં ફેરફારના કારણે માહિતી મેળવવા માટે હેલ્પલાઈન નંબરો પણ જારી કરવામાં આવ્યા છે. પોલીસની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. આંદોલનને ધ્યાનમાં લઇને રાજસ્થાન આર્મી કોન્સ્ટેબલરી (આરએસી)ની ૧૭ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. જેમાં એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પણ સામેલ છે. બીજી બાજુ રાજસ્થાનની ગહેલોત સરકારનું કહેવું છે કે, તેઓ વાતચીત કરવા માટે તૈયાર છે. કાયદાકીય અડચણો દૂર કરવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્ર સચિન પાયલોટ કહી ચુક્યા છે કે, પાંચ ટકાના ગુર્જર અનામતમાં જે કાયદાકીય અડચણો આવેલી છે તેમાં ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે આના ઉપયોગ માટે પગલા લેવા જોઇએ. રાજ્ય સરકાર અને પાર્ટી ગુર્જર અનામતના મુદ્દે કટિબદ્ધ છે અને ન્યાય અપાવશે. રાજ્યમાં ગુર્જરના આંદોલનનો મામલો ૧૪ વર્ષ જુનો છે. ગુર્જર સંસ્થાઓ અને સમુદાય દ્વારા અનેક જટિલ માંગણી કરવામાં આવી છે જેમાં તેમના સમુદાયના લોકોને પાંચ ટકા અનામતની માંગણ કરવામાં આવી છે.

Previous articleજમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં વધુ હિમવર્ષા
Next articleપૂર્વોત્તરના ઉત્થાન વગર ન્યુ ઈન્ડિયાનું સપનું સાકર નહીં થઈ શકે : મોદી