વેલેન્ટાઈન-ડેના દિવસે દિક્ષા અંગિકાર કરશે ભાવનગરની દિકરી મીન્જલ શાહ

1678

ભાવનગરમાં રૂપાણી સ્થિત મૂળ વરલ ગામનાં વતનની જેઓ જૈન પરિવારની દીકરી મીન્જલ શાહ, માતા નિર્મલાબેન અને પિતા ધીરજલાલ તેમની ૨૭ વર્ષની દીકરી મીન્જલ આગામી ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઇન-ડે નાં દિવસે દિક્ષા અંગીકાર કરી પ્રભુ મહાવીર સાથે પ્રીત થી બંધાઈ જશે.

વર્તમાન સમયમાં પેઢી ભૌતિક સુખો અને ટેકનોલોજી તેમજ મોજશોખમાં રત રહે છે ત્યારે આ યુવા પેઢી યોગ્ય રાહ ચીંધતા સુરતમાં એક સાથે આંઠ યુવતીઓ સાથે ભાવનગરનાં જૈન પરિવારની દીકરી મીન્જલ ધીરજલાલ શાહ પણ સંસારની મોહ માયા છોડી સંયમ ગ્રહણ કરશે. આગામી ૧૪ ફેબ્રુઆરીનાં રોજ જયારે યુવાઓ વેલેન્ટાન-ડે ની ઉજવણીમાં વ્યસ્ત હશે. ત્યારે આ આઠેય યુવતીઓ સંસારનાં રંગો છોડી સ્વેત વસ્ત્રો અપનાવી પરમાત્માનાં પંથે ડગ માંડશે. કૈલાશનગર શ્ર્‌વેતાન્બર મૂર્તિપૂજક જૈન સંધનાં આંગણે પ્રથમવાર દિક્ષા દાનેશ્વર આચાર્યગુણરત્નસૂરીસ્વરજી મહારાજ ની નિશ્રામાં આગામી તારીખ ૧૪ ફેબ્રુઆરી નાં રોજ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતનાં ૮ મુમુક્ષુઓ દિક્ષા ગ્રહણ કરશે. દિક્ષા દાનેશ્વરીનાં હસ્તે ગત વર્ષ ૪૧૦ મી દિક્ષાની નોધ ગ્રીનીશ બુક ઓફ વલ્ડ રેકોર્ડ ની ટીમે લીધી હતી.

મીન્જલનાં પિતા શિહોરનાં વરલ ગામે કરિયાણાની દુકાન ધરાવતા હતા અને મીન્જ્લે પિતાની છત્ર છાયા નાની ઉમરમાં જ ગુમાવેલી હતી ત્યાર બાદ મોટા ભાઈ અને અન્ય ૩ સગી બહેનોનાં તેમજ માતાનાં સંગાથે ઉછેર થયેલ. મીન્જ્લ બાળપણથી ભાવનગરનાં જૈનોની તીર્થનગરી એવી પવિત્ર ભૂમિ પાલીતાણા ખાતે શ્રાવિકાશ્રમમાં બેચલર ઓફ આર્ટસ સુધી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. મીન્જ્લમાં નાનપણ થી ધર્મનાં ઊંડા સંસ્કારોનું ઘડતર થયેલ છે અને પંચપ્રતીકમળ અને જૈનોનાં જીવીચાર એવા અનેક શાસ્ત્રોનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરી સાથે સાથે પાલીતાણાની ૯૯ યાત્રા અને પગપાળા સંઘ પણ કરેલ છે. હોમ સાયન્સમાં ગ્રેજ્યુએશન કરેલું છે અને ૨૭ વર્ષની ઉંમરે સાધ્વી પ્રમોદેરેખાજી સાથે બે વર્ષ રહી સંયમ માર્ગની તાલીમ લીધી છે.

Previous articleટ્રકની કેબીનના ચોર ખાનામાં સંતાડેલ ઈંગ્લીશ દારૂની રપ૯ બોટલો ઝડપાઈ
Next articleબોટાદ-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનને સાંસદ શિયાળે પ્રસ્થાન કરાવી