ભાવનગરમાં પાંચમા નોરતે સોસાયટીઓમાં ખેલયાઓ મન મુકીને રાસની રમઝટ બોલાવી

848

કોરોના મહામારીમાં સરકાર દ્વારા શેરી ગરબાનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે ભાવનગરની સોસાયટીઓ, શેરીઓમાં નાના નાના આયોજન કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે સુંદર શેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ખેલયાઓ પાંચમા નોરતે મન મૂકી રાસ ની રમઝટ બોલાવી રહ્યાં છે. ભાવનગર શહેરના રિંગ રોડ પાસે આવેલ સિલ્વર એવન્યુ ફેલટના ધારકો દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં ઘણા વર્ષો થી સુંદર આયોજન કરી ફેલટ ધારકો અવનવાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે મહિલાઓ, બાળકો તથા ભાઈઓ મન મૂકી ને રાસની રમઝટ બોલાવી હતી, ભોળાનાથ મિત્ર મંડળ દ્વારા વર્ષોથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, રહીશો દ્વારા ખૂબ ઉત્સાહ પૂર્વક પારંપરિક રીતે નવરાત્રિ પર્વ ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મહા આરતી સાથે ગરબા ની રમઝટ થઇ હતી. ભાતીગળ સજાવટ માટે ભોળાનાથ મિત્ર મંડળના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠવવામાં આવી હતી. 150 ફુટ રીંગ રોડ પર આવેલ આસ્થા હોમ્સ કો- ઓપેરેટીવ હાઉસિંગ સર્વિસ સોસાયટી ખાતે ચોથા નોરતે સુંદર ગરબાનું આયોજન કરાયું હતું તથા મહિલા અને બાળકો, સોસાયટીના સભ્યો ટ્રેડિશનલમાં રાસની રમઝટ બોલાવી હતી, સોસાયટી દ્વારા રાસ રમતા સભ્યો માટે દરરોજ નાસ્તાનું આયોજન કરવામાં આવે છે. શેરી ગરબામાં લોકો મન મૂકી ને ઝૂમી રહ્યા છે. કમિટીના તમામ સભ્યોએ સારી જહેમત ઉઠાવી રહ્યા છે.