રીઢા તસ્કર બેલડી “તપેલી” અને “દુડી” ઝડપી લેતી પોલીસ

151

સી-ડીવીઝન પોલીસે રૂ ૮૮,૫૪૫/-નો મુદ્દામાલ કબ્જે કર્યો
શહેરના વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે ચોરીનો કસબ અજમાવી કિંમતી મુદ્દામાલ ઉઠાવી ભો- ભીતર થઈ જતાં તસ્કરો ને સી-ડીવીઝન પોલીસે સીસીટીવી કેમેરા ની મદદ વડે ઝડપી અનેક ચોરીના બનાવનો ભેદ ઉકેલી ૮૮ હજારના મુદ્દામાલ સાથે ધડપકડ કરી હતી. શહેરમાં આવેલી વિવિધ બજારોમાં મોડી રાત્રે અજાણ્યા નિશાચરો દ્વારા ચોરી ની ઘટનાઓને અંજામ આપી ફરાર થઈ જતાં હોવાની વ્યાપક ઘટનાઓને પગલે શહેર ના અલગ અલગ પોલીસ સ્ટેશનના જવાનોએ ખાસ ટીમ બનાવી ટેકનિકલ માધ્યમો દ્વારા આવા ગુનાઓનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી હોય જે દરમ્યાન સીસીટીવી કેમેરા ના ફૂટેજ ની મદદ વડે શહેરમાં અગાઉ અનેક ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપનાર આદિલ ઉર્ફે તપેલી મહેબૂબ મલેક રે.મોતીતળાવ તથા વિપુલ ઉર્ફે દુડી નવલ ગોલારાણા રે.મોતીતળાવ વાળાને સી-ડીવીઝન પોલીસે ઉઠાવી પુછતાછ હાથ ધરતા આ બેલડીએ સાથે મળી શહેરમાં આવેલી જવેલર્સ ની દુકાન તથા અન્ય ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યાં ની કબૂલાત આપતાં પોલીસે તેનાં કબ્જામાં રહેલ રૂ.૮૮,૫૪૫/-ની કિંમત નો ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.