ગારીયાધારના શખ્સને દેશી તમંચા સાથે ઝડપી લેતી ભાવ.એલસીબી

252

એલ.સી.બી. સ્ટાફનાં માણસો પાલીતાણા ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન હેડ કોન્સ.,અનિરૂધ્ધસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,ગારિયાધાર તાલુકાના શિવેંદ્રનગર (વદર) ગામે રહેતો વલ્લભભાઈ રામભાઈ રાઠોડ પોતાના કબ્જામાં ગેર કાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો સાથે વદર ગામના પાટીયા પાસે સફેદ કલરના કપડા પહેરી ઉભેલ છે. જે ચોક્કસ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં વલ્લભભાઈ રામભાઈ રાઠોડ ઉ.વ.૬૫ રહે. શિવેંદ્રનગર (વદર) તા.ગારિયાધાર જી.ભાવનગરવાળો દેશી હાથ બનાવટના તમંચા સાથે મળી આવેલ.તેની પાસે આ દેશી હાથ બનાવટનો તમંચો રાખવા અંગે કોઇ પરવાનો નહિ હોવાથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી થવા માટે તેને હસ્તગત કરી ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા,પોલીસ ઇન્સ., એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોવડના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ, જયદાનભાઇ લાંગાવદરા, તથા પો.કોન્સ બીજલભાઇ કરમટીયા, શકિતસિંહ સરવૈયા તથા ડ્રાયવર સુરસિંહ ગોહીલ વિગેરે માણસો જોડાયા હતાં.

Previous articleરીઢા તસ્કર બેલડી “તપેલી” અને “દુડી” ઝડપી લેતી પોલીસ
Next articleભાવનગર જિલ્લાના પરવડી ખાતે શિક્ષક ભાવવંદના સમારોહ સંપન્ન થયો