સાંકડી કુઈમાં ગરક થયેલા મીતીયાળાના આધેડને બચાવતા પુર્વ તા.પ.પ્રમુખ બારૈયા

874

જાફરાબાદના મીતીયાળા ગામેના ચોથાભાઈ અરજણભાઈ સાંખટ રાત્રીના સમયે સાકડી કુઈ સાફ કરવા અંદર ઉતરતા તે સિધધા કુઈમાં જામેલ કીચડમાં ગરકાવ થતાં દેકારા પડકારાથી પીપળી કાંઠા વીસ્તારના લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા પણ મૌત સામે સાંકડી કુઈમાં ચોથાભાઈ સાંખટને બહાર કેમ કાઢવા સાંકડી કુઈ અને તેમા સિમેન્ટના કેચીંગ પાઈપ આખરે ખારવા સમાજના પ્રમુખ નારણભાઈ દ્વારા કોળી સમાજના પટેલ અને માતાજી તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયાને જાણ કરતા બાપ તેવા બેટાની કહેવત પ્રમાણે પુત્ર મનહરભાઈએ તાબડતોડ જીસીબી લઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા આ બનાવ અતિ ગંભીર જણાતા સર્વ સંમતિથી આ સાંકડી કુઈને તોડી પાડી અને કુઈમાં પ ફુટ પાણી અને કીચડમાં ગરક થઈ ગયેલ ચોથાભાઈને બહાર કાઢવા તેના મિત્રો સાથે રેસ્કયુ ઓપરેશન શરૂ કરાયું  મરીન પોલીસ જાફરાબાદની હાજરીમાં સતત ૩ કલાક ઓપરેશન કરી કુઈની તોડીપાડી હેમખેમ ચોથાભાઈને કુઈમાંથી જીવતા બહાર કાઢતા લોકોમાં કરણભાઈ બારૈયા અને તેના પુત્ર મનહરભાઈનો આ વિસ્તારના લોકોએ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો અને આ વાયુવેગે ઘટનાની જાણ જાફરાબાદ પંથકમાં થતા કરણભાઈ બારૈયા અને તેના પુત્ર મનહરભાઈને જે અભિંનદની વર્ષા થઈ રહી છે.

Previous articleસિહોર કોંગ્રેસના આગેવાનોએ વિદ્યાર્થીઓના મો. મીઠા કરાવ્યા
Next articleએક જ દિવસ મહિલા દિવસ ?