મહામારી બાદ ખીલી પરિક્ષાઓની મૌસમ

772

વૈશ્વિક મહામારી “કોરોના” એ લોકોને લગાતાર બે વર્ષ સુધી બાનમાં રાખ્યા બાદ હવે પરિસ્થિતિ મહદ અંશે થાળે પડી રહી છે. ત્યારે રાજ્યના અન્ય મહાનગરો સાથો સાથ ભાવનગરમાં પણ કેરીયર-કારકિર્દી બનાવવા ઇચ્છુકો ભરપૂર તૈયારીઓ સાથે વિવિદ પરિક્ષાઓ આપી રહ્યા છે.ભાવનગર શહેરમાં ચાલતી વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓ પૈકી હાલમાં સીનીયર ક્લાર્કની કસોટી લેવાઇ રહી છે. શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થયું હોય આથી આવી ખાસ પરિક્ષાઓ સપ્તાહના અંતે શનિ-રવિના દિવસોમાં લેવાઇ રહી છચે. આ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે વિધાર્થીઓને તૈયારી માટે ખાસ્સો એવો સમય મળ્યો હતો. હાલ જુલાઇ માસમાં તથા આગામી ઓગસ્ટ માસમાં પણ વિવિધ તબક્કે સ્પર્ધાત્મક પરિક્ષાઓનું આયોજન રાજ્ય સરકારના શિક્ષણ બોર્ડ તથા અન્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

Previous articleરાજપરા-ખોડિયાર તળાવમાંથી અજાણ્યો મૃતદેહ મળી આવ્યો
Next articleબિગ બોસ ઓટીટી : નેહા ભાઈ સાથે શોમાં ભાગ લેશે?