રાજપરા-ખોડિયાર તળાવમાંથી અજાણ્યો મૃતદેહ મળી આવ્યો

252

સિહોર પોલીસ, મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા-ખોડિયાર ખાતે આવેલ તળાવ માથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસે લાશનો કબ્જો લઈ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. ગઈ કાલે ભાવનગર શહેરના ગંગાજળીયા તળાવ માથી અજાણ્યા આધેડની લાશ મળી આવ્યાં ની ઘટના તાજી જ છે અને હજું સુધી એ લાશની ઓળખ નથી થઈ ત્યાં વધુ એક લાશ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા-ખોડિયાર મંદિર પાછળ આવેલ તળાવ માથી મળી આવી છે
આ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર રાજપરા-ખોડિયાર તળાવથી કોઈ શ્રધ્ધાળુએ સિહોર પોલીસને જાણ કરી હતી કે તળાવમાં એક પુરૂષનો મૃતદેહ તરી રહ્યો છે આથી સિહોર પોલીસ ફાયરબ્રિગેડના જવાનો તથા મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશને ફાયરબ્રિગેડના તરવૈયાઓએ કાંઠે લાવી પોલીસને હવાલે કરતાં પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી જેમાં આ યુવાન અંદાજે ૨૫ થી ૩૦ વર્ષની વય ધરાવતો પરપ્રાંતિય હોવાનું જણાઈ રહ્યું છે અને સિહોર આસપાસ કોઇ રોલિંગ મિલ અગર ફેક્ટરીમાં કામ કરતો હોવાનું અનુમાન લગાવ્યું છે અને સ્થળપર પંચનામું કરી લાશને પીએમ માટે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડી મૃતકની ઓળખ-વાલી વારસદારો ની શોધખોળ હાથ ધરી હતી.