કણબીવાડમાંથી ઈગ્લીંશ દારૂ સાથે શખ્સ ઝડપાયો

857
guj19-12-2017-5.jpg

શહેરનાં ચિત્રા વિસ્તારમાં રહેતાં શખ્સને એલ.સી.બી.ટીમે પૂર્વ બાતમી આધારે કણબીવાડ વિસ્તારમાં વોચમાં રહી ઈગ્લીંશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
એલ.સી.બી. સ્ટાફનાં માણસો સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો. ભીખુભાઇ બુકેરાને મળી આવેલ હકિકત આધારે ભાવનગર, કણબીવાડમાં વોચમાં રહેતાં સાજીદ સત્તારભાઇ કાજી ઉ.વ.૩૦ રહે.G.I.D.C.,  દિલબહાર આઇસ્ક્રીમ પાછળ,ચિત્રા,ભાવનગરવાળો લાલ કલરનાં સ્કુટર રજી.નંબરGJ-01-SO ૬૮૦૦માં આગળનાં ભાગે બે કાળા કલરની કીટમાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૪ કિ.રૂ.૨૩,૩૨૦/-,૧૮૦ MIL બોટલ નંગ-૦૪ કિ.રૂ.૭૫૨/- તથા ૯૦ MIL બોટલ નંગ-૪૦ કિ.રૂ.૨,૯૨૫/-મળી કુલ રૂ.૨૬,૯૯૭/-નો ઇંગ્લીશ દારૂ તથા સ્કુટર કિ.રૂ.૨૫,૦૦૦/- કુલ રૂ.૫૧,૯૯૭/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ. તેનાં વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં ડી.એમ.મિશ્રા પો.ઇન્સ. તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ.,એલ.સી.બી.,નાં માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં ગુલમહંમદભાઇ કોઠરીયા,ભીખુભાઇ બુકેરા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.