ધંધુકામાં રાત્રી પોલીસ પેટ્રોલીંગ વધારવા ધારાસભ્ય દ્વારા રજુઆત

574

ધંધુકા પંથકમાં થતી ઘરફોડ ચોરી તથા હત્યા તથા લૂંટનીઘ ટનાઓથી ત્રાસી જઈને ધંધુકાના વેપારીઓ તથા પ્રતીષ્ઠિત નાગરિકોની રજુઆત સાથે ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ દ્વારા ડીએસપી અમદાવાદનો પત્ર લખી રજૂઆત કરેલ છે. આ ઉપરાંત રાત્રી સુરક્ષામાં દરેક જગ્યાએ પોલીસ પોઈન્ટમાં કોઈ ચુક ન થાય તેની અસરદાર રજૂઆત કરવામાં આવેલ છે. ધારાસભ્ય રાજુભાઈ ગોહિલ દ્વારા રાત્રીના ૧ર થી સવારે પ વાગ્યા સુધી દરેક સોસાયટી શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ વધુ સઘન બનાવાય તેવી રજૂઆત જિલ્લા પોલીસ વડાને કરાય છે. આ અંગે આવેદનપત્ર ધંધુકાના સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ દર્શનાબેન ભગલાણીને આપવામાં આવેલ છે.  ધંધુકામાં પોલીસ તંત્ર દ્વારા રાત્રિ સુરક્ષા ધંધુકામાં પોલીસ તંત્ર દ્વારા રાત્રી સુરક્ષામાં પેટ્રોલીંગ સંઘન બનાવવાની અને દરેક પોઈન્ટ ઉપર રાત્રી પોલીસ કર્મચારી મુકાય તેવી માંગ છે.

Previous articleભાવેણાના ફોટોગ્રાફર અજય જાડેજાનું વડોદરા પોલીસ દ્વારા સન્માન કરાયું
Next articleજાફરાબાદના બાબરકોટ ગામે પેવીંગ બ્લોક રોડનું ખાતમુર્હુત