જાફરાબાદના બાબરકોટ ગામે પેવીંગ બ્લોક રોડનું ખાતમુર્હુત

714

દરપંદર દિવસે વિકાલક્ષી કામોના ખાતમુહુર્ત કરતી જિલ્લાની એક માત્ર બાબરકોટ ગ્રામ પંચાયત સૌથી નાની ઉંમરના સરપંચ અનકભાઈ સાંખટને હીરાભાઈ સોલંકીએ શુભેચ્છા પાઠવેલ.  ૬ મહિનાના ખુબ જ ટૂંકા ગાળામાં ૧રમાં વિકાસલક્ષી કામોનું ખાતમુર્હુત અમરેલી જીલ્લાના નાની વયના એમએ/ બીએડ યુવા સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા કરવામાં આવેલ. આજરોજ બાબરકોટ ગામે ગાયોના ગોંદરેથી સ્મશાન તરફ જતા માર્ગમાં બ્લોક પેવીંગ રોડનું કામનું ખાતમુર્હુત કરવામાં આવ્ય્‌ હતું. જેમાં બાબરકોટ ગામના સરપંચ અનકભાઈ સાંખટ, ઉપસરપંચ પ્રવિણભાઈ બાંભણીયા, વિરાભાઈ સાંખટ, તાલુકા પંચાયતના સભ્ય હરેશભાઈ મકવાણા, જયંતીભાઈ શિયચાળ, બીજલભાઈ સાંખટ, બચુભાઈ સાંખટ, પાતાભાઈ વાળા, વદીનેશભાઈ શિયાળ, અને ભીમાભાઈ મકવાણા વગેરે સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતાં.  રોડનું ખાતમુર્હુત થતાની સાથે જ સ્મશાન રોડની આજુબાજુમાં રહેતા લોકો દ્વારા પોતાની જાત મહેનતે રસ્તા પર નડતરરૂપ બાવળ, ઉકરડા, ઓટલીઓ, વગેરે દુર કરીને મદદરૂપ થયા હતાં. સરપંચ અનકભાઈ સાંખટ દ્વારા મદદરૂપ થનાર ગામના તમામ લોકોનો આભાર વ્યકત કર્યો હતો. બાબરકોટ ગામના સ્મશાન તરફ જતા મુખ્ય માર્ગનું ખાતમુર્હુત થતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Previous articleધંધુકામાં રાત્રી પોલીસ પેટ્રોલીંગ વધારવા ધારાસભ્ય દ્વારા રજુઆત
Next articleમુંબઈ રૂખી સમાજનાં આગેવાન ભુપત દાઠીયાની શુભેચ્છા મુલાકાતે