રાજસ્થાન ક્રિકેટ એસો.એ પાકિસ્તાન ક્રિકેટરોની તસ્વીરો હટાવી

578

ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પંજાબ ક્રિકેટ સંઘ બાદ રાજસ્થાન ક્રિકેટ એસોસિએશને પણ પાકિસ્તાન ક્રિકેટરોની તસ્વીરો પોતાની ગેલેરીમાંથી હટાવી દીધી છે. આરસીએના સવાઈ માન સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં લાગેલી પાકિસ્તાન ક્રિકેટરોની તસ્વીરોને હટાવી દેવામાં આવી છે. મહત્વનું છે કે, પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલાના શહીદોના પરિવાર સાથે એકતા દર્શાવતા એસોસિએશનોએ આ નિર્ણય લીધો છે.

આ પહેલા પંજાબ ક્રિકેટ એસોસિએશને મોહાલી ક્રિકેટ સ્ટેડિયમની અંદર લાગેલી પાકિસ્તાન ક્રિકેટરોની તસ્વીર રવિવારે હટાવી દીધી હતી. પીસીએના કોષાધ્યક્ષ અજય ત્યાગીએ આ વિશે જણાવ્યું કે, આ નિર્ણય એસોસિએશનના અધિકારીઓની બેઠકમાં લેવામાં આવ્યો છે. ત્યાગીએ કહ્યું, એક વિનમ્ર પગલા બેઠળ પીસીએએ પુલવામા હુમલાના શહીદો પ્રત્યે એકતા દર્શાવવાનો નિર્ણય લીધો છે. આ જઘન્ય હુમલા બાદ દેશમાં ગુસ્સાનો માહોલ છે અને પીસીએ પણ તેનાથી અલગ નથી.

તેમણે કહ્યું કે, મોહાલી સ્ટેડિયમમાં વિભિન્ન જગ્યાઓ પર પાકિસ્તાની ક્રિકેટરોની આશરે ૧૫ તસ્વીરો લાગેલી હતી. ત્યાગીએ કહ્યું કે, જે ક્રિકેટરોની તસ્વીરો હટાવવામાં આવી છે તેમાં પાકિસ્તાનના હાલના વડાપ્રધાન ઈમરાન ખાન પણ સામેલ છે. આ સિવાય અફરીદી, જાવેદ મિયાદાદ અને વસીમ અકરમ સામેલ છે.

Previous articleસિદ્ધુજી, વધુ વાતો કરવાથી બકવાસ થઇ જાય છે : અનૂપમ ખેર
Next articleસાનિયા મિર્ઝા પાક.ની પુત્રવધુ, બ્રાન્ડ એમ્બેસેડર પદથી હટાવોઃ એમએલએ