સેંસેક્સ ૧૪૨ પોઇન્ટ સુધરી ૩૫૮૯૮ની નવી સપાટી પર

755

શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજી રહી હતી. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૪૨ પોઇન્ટ ઉછળીને ૩૫૮૯૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૫૪ પોઇન્ટ ઉછળીને ૧૦૮૯૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧.૧૩ ટકા ઉછળીને નવી ઉંચી સપાટીએ રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૧.૧૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૨૩ પોઇન્ટનો અથવા તો ૦.૮૮ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૧૧૫ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૩૪૧૪ની ઉંચી સપાટી જોવા મળી હતી તેમાં ૧૪૮ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ કંપનીઓના શેરમાં ઇન્ટ્રા ડેના કોરાબાર દરમિયાન ૧૬ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. ગઇકાલે નુકસાન થયા બાદ આજે તેજી આવી હતી. રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા નિવેદન જારી કરવામાં આવી ચુક્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, ૫૫૦ કરોડ રૂપિયાની સંપૂર્ણ રકમ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચાર સપ્તાહની અંદર એરિક્શનને ચુકવી દેવામાં આવશે. ટેક મહિન્દ્રાના શેરમાં ૩.૫ ટકાનો ઉછાળો ઇન્ટ્રા ડે દરમિયાન જોવા મળ્યો હતો. શેરબજારમાં આજે તેજી માટે અન્ય કેટલાક પરિબળો પણ જવાબદાર રહ્યા હતા.  બીએસઈની ૩૧ કંપનીઓના શેર પર આધારિત સેંસેક્સ ગઇકાલે બુધવારના દિવસે ૪૦૪ પોઇન્ટની તેજી સાથે ૩૫૭૫૬ની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજમાં ૫૦ કંપનીઓના શેર પર આધારિત નિફ્ટી ૧૩૧ પોઇન્ટ ઉછળીને ૧૦૭૩૫ની ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો. આ પહેલા જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા ભારતીય બજારોમાંથી ૫૨૬૪ કરોડ રૂપિયાઉપાડી લેવામાં આવ્યા હતા. ડિપોઝિટરીના આંકડા મુજબ પહેલીથી ૧૫મી ફેબ્રુઆરી વચ્ચેના ગાળામાં ભારતીય શેરબજારમાં એફપીઆઈ દ્વારા ૫૩૨૨ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન બોન્ડ માર્કેટમાંથી ૨૪૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. ગયા સપ્તાહમાં શેરબજારમાં કાશ્મીરમાં પુલવામા હુમલાને લઇને ચર્ચાઓ રહી હતી.  માર્કેટમાં આગામી સામાન્ય ચૂંટણી પહેલા ઉથલપાથળ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. બીએનપી પરિબાષના લોકોનું કહેવું છે કે, હાલમાં મૂડીરોકાણકાઓ સાવધાનીપૂર્વકનું વલણ અપનાવીને આગળ વધી શકે છે. અન્ય વૈશ્વિક પરિબળો પમ જવાબદાર દેખાઈ રહ્યા છે. થોડાક મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. આ પરિબળ સૌથી મહત્વની રહેશે. રોકાણકારો હાલમાં ક્વાલીટી શેર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. મૂળભૂતરીતે મજબૂત રહેલા શેરોમાં નાણા ઉમેરવાને લઇને કારોબારી ચિંતિત નથી.

Previous articleહાલાકી વચ્ચે હડતાળ સમેટી લેવા રૂપાણીએ કરેલ અપીલ
Next articleએરિક્શનને બધા પૈસા ચુકવી દેવા આરકોમ પૂર્ણ આશાવાદી