સૌની યોજના હેઠળ સુખભાદર ડેમ પાણીથી ભરવાનો પ્રારંભ

1012

બોટાદ જીલ્લાના રાણપુર શહેરની વસ્તી ૨૩૦૦૦ હજાર આસપાસ છે ગયા વર્ષે ઉનાળામાં રાણપુર માં ૧૨ દિવસે પીવાનુ પાણી આપવામાં આવતુ જેના લીધે હોબાળો મચી ગયો હતો.જ્યારે ચાલુ વર્ષે રાણપુર પંથકમાં બીલકુલ વરસાદ થયો જ નથી અને ભર શિયાળે રાણપુરના લોકોને ૮ દિવસે પીવાનુ પાણી આપવામાં આવે છે ત્યારે રાણપુર શહેરના લોકોના મોઢે એક જ ચર્ચા છે કે આ વર્ષે ઉનાળામાં પીવાના પાણીની પરીસ્થીતી રાણપુરની કેવી હશે અને રાણપુરની હાલત કેવી હશે તેને લઈને રાણપુર શહેરના લોકોને ચિંન્તા હતી.રાણપુરના સરપંચ અબ્બાસભાઈ ખલાણી તથા ગ્રામ પંચાયતના સભ્યો તથા બોટાદ જીલ્લા પંચાયતના વિપક્ષ ના નેતા કનકબેન સાપરા રાણપુરના સામાજીક કાર્યકર વિપુલભાઈ લુહાર સહીત અનેક વરિષ્ટ આગેવાનો દ્વારા પીવાના પાણીના પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી રાણપુર ને પીવાનુ પાણી પુરૂ પાડતો સુખભાદર ડેમ તાત્કાલિક ભરવા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહીત બોટાદ કલેક્ટર,બરવાળા પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જે.પી.ચુડાસમા ને રજુઆત કરવામાં આવતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પાણી ના પ્રશ્નનો નિકાલ લાવવા યુધ્ધના ધોરણે તાત્કાલિક સુખભાદર ડેમ ભરવાની મંજુરી આપતા તા-૨૬.૨.૨૦૧૯ ના રોજ  સુખભાદર ડેમ ભરવાની શરૂઆત કરવામાં આવી છે.જ્યારે આ વાતની જાણ રાણપુરના લોકો ને થતા લોકોને હાશકારો થયો છે જ્યારે સુખભાદર ડેમ માંથી પાણી નિયમીત આવશે પણ રાણપુરના લોકોને કેટલા દિવસે પાણી મળશે એ જોવુ રહ્યુ

નાયબ કાર્યપાલક ઇજનેર જે.પી.ચુડાસમા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે સૌની યોજના હેઠળ સુખભાદર ડેમ ભરવામાં આવ્યો છે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી ની પાણી પુરવઠા મંત્રી ને વારંવાર રજુઆત ને કારણે અંદાજે ૨૦૦ થી ૨૫૦ એમ.સી.એફ.ટી.સુધી સુખભાદર ડેમ(ભડલા ડેમ) માં પાણી ભરવામાં આવશે જેથી રાણપુર શહેર માં અને રાણપુર આજુબાજુ ના ગામડાઓમાં ઉનાળામાં પાણીની કોઈ જગ્યાએ તંગી નહી રહે આશાનીથી આખો ઉનાળો નિકળી જાય એટલુ પાણી સુખભાદર ડેમમાં આવી જશે.

Previous articleરાજુલા પીપાવાવમાં માતેલાસાંઢની જેમ દોડતા કન્ટેનર પર રોક લગાવો
Next articleદામનગર સીતારામ આશ્રમે સર્વજ્ઞાતિ સમુહલગ્ન યોજાયા