ગણતરીની કલાકમાં જ અપહરણના આરોપીને ઝડપી લેતી પોલીસ

935

ગઇ કાલ તા.૦૨/૦૩/૨૦૧૯ ના બપોરના સમયે કીશનભાઇ ભટૃ, રહે.તળાજા, જી.ભાવનગર વાળાનુ ત્રાપજ મેલડી માતાના મંદીર પાસેથી મહેન્દ્રસિંહ સુજાનસિંહ ગોહીલ, રહે.ભારોલી, તા.તળાજા જી.ભાવનગર વાળાએ રુપીયા ૩ લાખની લેતી-દેતી સબંધે ફોર્ડ ફીગો ગાડીમાં અપહરણ કરેલ અને ભોગ બનનારના ફોનથી ભોગબનનારને મુકત કરાવવો હોય તો રુ.૩,૦૦,૦૦૦/- ની માંગણી કરતા હતા.

આ બાબત ભાવનગર જીલ્લા પોલીસ અઘિક્ષક જયપાલસિંહ રાઠોડ ના ધ્યાન ઉપર આવતા તેઓએ લોકલ ક્રાઇમ બ્રાંચના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. ડી.ડી. પરમાર તથા પો.સ.ઇ.આર.એચ.બાર ને સુચના આપલ કે અલંગ પોલીસ સ્ટેશનમાં નોઘાયેલ અપહરણના ગુન્હાના આરોપીને પકડવા તથા ભોગ બનનારને સહિ સલામત મુકત કરાવવા સુચના કરતા જે સુચના આઘારે એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમો બનાવવામાં આવેલ.

ઉપરોકત સુચના આધારે ભાવનગર એલ.સી.બી. ની ટીમ ધ્વારા ટેકનીકલ પાસાઓનો અભ્યાસ કરી, ભોગબનનારને ગામ -ભારોલી તા.તળાજા ખાતે મહેન્દ્રસિંહ સુજાનસિંહ ગોહીના ઘરેથી થી રાત્રના આશરે ૯ વાગ્યાના સુમારે સહી સલામત છોડાવી લીધેલ અને આ કામનો આરોપી ત્યાથી નાશી છુટેલ.  એલ.સી.બી. ભાવનગર ધ્વારા ભોગબનનારને પોલીસ સ્ટેશન પહોચાડવામાં આવેલ અને તેઓની ધોરણસર ફરીયાદ લેવડાવવામાં આવેલ.

આ કામના નાસી છુટેલ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગર ધ્વારા એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ને સુચના કરતા,  એલ.સી.બી. શાખાના ઇચા.પો.ઇ.શ્રી ડી.ડી.પરમાર, પો.સ.ઇ.શ્રી આર.એચ.બાર તથા એલ.સી.બી. સ્ટાફ ના માણસો હે.કો. ભયપાલસિંહ ચુડાસમા તથા પો.કો. રાજેન્દ્રસિંહ સરવૈયા, ચિંતનભાઇ મકવાણા, ગૌરાંગભાઇ પંડયા,કેવભાઇ સાંગા તથા એસ.ઓ.જી. ના હે.કો. યોગેન્દ્રસિંહ ગોહિલ તથા સોહિલભાઇ ચોકીયા એ રીતેના સ્ટાફના માણસો સાથે ભાવનગર જીલ્લાના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ ની તપાસ માટે તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન  કલાકઃ ૧૭/૩૦ વાગ્યે આ કામનો આરોપી ભારોલી ગામની એક વાડીમાં હોવાની માહીતી મળતા, યોગ્ય આયોજન કરી આ કામના આરોપીને ઝડપી પાડવામાં એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ની ટીમને સફળતા મળેલ છે. આ બાબતે અલંગ પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુન્હો નોઘાયેલ હોય મજકુર આરોપી ને અટક કરી અલંગ પોલીસ સ્ટેશન ખાતે સોપવમાં આવેલ છે.

Previous articleઅકવાડા – માલણકા ભુતેશ્વર ખાતે ચોથો સર્વજ્ઞાતિ સમુહલગ્ન
Next articleતળાજાના આમળાં ગામે રાંદલ ધામ લોક મેળા સાથે માઘ ઉત્સવનું સમાપન