રાજુલા જાફરાબાદમાં ૪૯ નવા શિક્ષકો મુકાયા

602

રાજુલા જાફરાબાદમાં ૪૯ નવા શિક્ષકો મકુવાના આવ્યા છે જેમાં ગ્રામ્ય અને શહેરી વીસ્તારનો સમાવેશ થાય છે. અનેકવિધ રજુઆતો બાદ સફળતા મળી છે. આ બાબતે રાજુલા તાલુકા શિક્ષણ અધિકારી મણીબેન ગામીત અને જાફરાબાદ તાલુકા શિક્ષણ અધિકારી વાઢેર પાસેથી જાણવા મળતી વિગત મુજબ રાજુલા શહેર અને ગ્રામ્ય વીસ્તારમાં ગણિત વીજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને ભાષાના ૩પ શીક્ષકો મુકાયા છે. જયારે જાફરાબાદ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૪ શિક્ષકો મુકવામાં આવ્યા હતાં. જેમાં ચાંપ સમઢીયાળા પટવા ડુંગર રાજુલા ભેરાઈ રામપરા મોરંગી ખેરા ડોળીયા સહિતના ગામોના જગ્યા ભરી નાખવામાં આવ્યા છે. આ બાબતે પુર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી સાગરભાઈ સરવૈયા ચિરાગભાઈ જોશી સહિતનાએ અગાવ રજુઆતો કરી હતી.

Previous articleલાઠી પ્રાંત કચેરી ખાતે સંકલન બેઠક મળી
Next articleઅંજાર ખાતે બારોટ સમાજ દ્વારા ત્રિવેણી મહોત્સવ યોજાયો