અંજાર ખાતે બારોટ સમાજ દ્વારા ત્રિવેણી મહોત્સવ યોજાયો

621

ચંદવંશી બારોટ સમાજ દ્વારા કચ્છ અંજાર ખાતે ત્રિવેણી મહોત્સવ સમુહ ભાગવત સમુહ લગ્નો, સમુહ વેવિશાળ મહોત્સવમાં રાજયમંત્રી વાસણભાઈ આહિર શાન્તિબાપુ હસ્ત્‌ વિમોચન દાતાઓનો સન્માન સમારોહ યોજાયો.

ચંદવંશી કચ્છ ભુજન બારોટ સમાજ દ્વારા અંજાર ખાતે બારોટ સમાજ મહોત્સવ યોજાયો જેમાં સમુહ ભાગવત સપ્તાહ, સમુહ લગ્ન, સમુહ વેવિશાળ, પુજય સંત શિરોમણી શાંન્તીદાસ બાપુ હસ્તે બારોટ સમાજના ગ્રંથનું વિમોચન તેમજ આમંત્રીત અતિથી વિશેષ રાજયમંત્રી વાસણભાઈ આહિર તેમજ રાજુલથી ભીખુભાઈ મનાતર, વંશાલી રાષ્ટ્રીય સંસ્થાના પ્રદેશ કારોબારીમાં સમાવેશ તેવા અમરૂભાઈ બારોટત થા કનભાઈ બારોટથી લઈ તળાજા ભાવનગર, રાજકોટ જામનગર, જુનાગઢ સુધીના બારોટ સમાજ આગેવાનો તથા દાતાઓ તેમજ સંતો મહંતોનો સન્માન સમારોહ યોજાયો, જેમાં સમસ્ત આ સમારોહના મુખ્ય દાતા અર્જુનભાઈ દેવાતકા પ્રમુખ જગદીશભાઈની સેવાભાવી કારોબારી તેમજ માજી પ્રમુખ અરવિંદભાઈ બારોટ, જગદીશભાઈ સોનરાત, હોનહાર પલરાજભાઈ બારોટ આવનાર હજારો મહેમાનોનું દેરક પ્રકારે સ્વાગત સન્માન કરાયું. આ ત્રિવેણી બારોટ સમાજ મહોત્સવ સૌપ્રથમ થતા સમાજમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Previous articleરાજુલા જાફરાબાદમાં ૪૯ નવા શિક્ષકો મુકાયા
Next articleરાજુલા ભાજપ દ્વારા  ભવ્ય બાઈક રેલી યોજાઈ