રાણપુરના હડમતાળા ગામે વિદ્યાર્થી માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો

711

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના હડમતાળા  ગામે શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુળ-કરમડના સંતો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ લક્ષી માર્ગદર્શન મળી રહે તે નિમિત્તે વિદ્યાર્થી સેમિનાર યોજાયો હતો. આ વિદ્યાર્થી સેમિનાર માં કરમડ ગુરૂકુળના સંતો દ્વારા શિક્ષણ ને લગતુ અને આદર્શ બાળક વિષે માર્ગદર્શન તથા જીવન ઘડતર ના પાઠો શીખવવામાં આવ્યા હતા.આ વિધ્વાન સંતો દ્વારા સેમિનાર કરવાનો એકમાત્ર હેતુ હતો કે ગામડા ના બાળકોમાં બુધ્ધી-શક્તિનો વિકાસ થાય તેમજ સારા સંસ્કારો દરેક બાળકોમાં આવે અને ગામડાનો બાળક નવી ઉંચાઈ પ્રાપ્ત કરે અને તેના ગામનુ ગૌરવ વધારે તેવુ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આ સેમિનારની અંદર હડમતાળા ગામના શિક્ષકો,આગેવાનો,વાલીઓ સહીત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તથા પ.પુ.શ્રીજીસ્વરૂપ સ્વામીએ પોતાના પ્રવચનમાં બાળકોને શિક્ષણ લક્ષી માર્ગદર્શન આપતા હાજર સૌ લોકોએ તાલીઓના ગડગડાટ થી સ્વામીના પ્રવચન ને વધાવી લીધુ હતુ.આ સેમિનાર કાર્યક્રમમાં પુજ્ય શ્રીજીસ્વરૂપ સ્વામી,પુજ્ય ઈશ્વરચરણ સ્વામી,ગોપાલચરણ સ્વામી,કૃષ્ણવલ્લભ સ્વામી સહીત અનેક સંતો હાજર રહ્યા હતાં.

Previous articleતાલુકા પંચાયત કચેરીના ન્યાય સમિતિના ચેરમેન પદે કાળુભાઈ બારૈયાની વરણી
Next articleશહેરમાં આવેલ જુદા-જુદા બે બંધ મકાનમાં ૭૦ હજારથી વધુની ચોરી