ખેડુતવાસમાંથી જુગાર ધામ ઝડપાયું, પોલીસ અને જુગારીઓ વચ્ચે ઝપાઝપી

1682

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસે ખેડુતવાસમાં રહેણાંકી મકાનમાં જુગારના અખાડા ઉપર રેઇડ કરી રૂપિયા ૬,૫૭,૮૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડેલ છે. સુત્રોએ જણાવ્યા મુજબ જુગારની રેડ દરમિયાન પોલીસ અને જુગારીઓ વચ્ચે ઝપાઝપી થવા પામી હતી. જેમાં બેથી ત્રણ પોલીસ કર્મચારીઓને ઈજાઓ થતાં હોસ્પિટલા ખસેડવામાં આવ્યા હતાં. આ માથકુટનો લાભ લઈ જુગારીઓ નાસી છુટવામાં સફળ રહ્યા હતાં.

ભાવનગર જીલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર ભાવનગર જીલ્લામાંથી પ્રોહી જુગારની બદી જડમુળથી નાબુદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ છે, અને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચને ખાસ કામગીરી સોપેલ હોય જેના ભાગરૂપે આજરોજ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.ડી.ડી.પરમારના માર્ગદર્શન  હેઠળ એલ.સી.બી. શાખાના પોલીસ કોન્સ. શક્તિસિંહ ગોહિલ ને આધારભુત બાતમી હકિકત મળેલ હતી કે, ભાવનગર ખેડુતવાસમાં રહેતા નરેશભાઇ હિંમતભાઇ શિયાળ, રવજીભાઇ ફાફાભાઇ દવે, અજય રવજીભાઇ દવે એ ભેગા મળી ખેડુતવાસ મનાભાઇના ચોકમાં મલડીમાના મંદિર પાસે આવેલ કંકુબેન નાથાભાઇ વાજાનું મકાન ભાડે રાખી આ મકાનમાં પોતાના અંગત આર્થીક લાભ સારૂ બહારથી માણસો બોલાવી એકત્રીત કરી તેઓની સંભાળ રાખી વરલી મટકાના આંકડાનો પૈસાની હારજીતનો જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમી હકિકત આધારે એલ.સી.બી. પોલીસ સ્ટાફ તથા ઘોઘારોડ પોલીસે સંયુક્ત રીતે ખેડુતવાસ મનાભાઇના ચોકમાં રહેણાંકી મકાનમાં રેઇડ કરતા એક ઇસમ ઝડપાઇ ગયેલ અને ૧૦ થી ૧૧ ઇસમો રેઇડ દરમ્યાન નાશી ગયેલ હતા અને રેઇડ દરમ્યાન રોકડ રૂપિયા ૬,૦૭,૭૦૦/- ( છ લાખ સાત હજાર સાતસો) તથા વરલી મટકા જુગાર રમવાનું સાહિત્ય (ચીઠ્ઠીઓ) બોલપેન-૫, મોબાઇલ ફોન-૨ મળી કુલ રૂપિયા ૬,૫૭,૮૦૦ (છ લાખ સતાવન હજાર આઠસો) નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. પકડાયેલ ઇસમ વિનોદભાઇ ધનજીભાઇ સોલંકી ઉવ૨૪ રહેવાસી રૂવા ગામ, ૨૫ વારીયા, લીલા ઉડાનની સામે ભાવનગર જયારે નરેશભાઇ હિંમતભાઇ શિયાળ, રવજીભાઇ ફાફાભાઇ દવે, અજય રવજીભાઇ દવે રહે. તમામ ખેડુતવાસ, ભાવનગર તથા અન્ય ૭ થી ૮ અજાણ્યા માણસો  નાસી જવામાં સફળ રહ્યા હતાં.

Previous articleબી.એ.ની વિદ્યાર્થીનીઓ માટે સંસ્કૃત વિષય ઉપર વ્યાખ્યાન યોજાયુ
Next articleચેમ્પિયન્સ લીગમાંથી રિયલ મેડ્રિડ બહાર, એજૈક્સે ૪-૧થી હરાવ્યું