‘૫૬’ શબ્દ સાંભળતા જ કોંગ્રેસ વાળાઓની ઉંઘ ઉડી જાય છેઃ મોદી

564

વડાપ્રધાન મોદી આજે કર્ણાટકના કલબુર્ગીમાં પહોંચ્યા હતા. અહીં રાયચૂરના ભારત પેટ્રોલિયમ ડેપો અને બેંગલુરુના ઈએસઆઈસી મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જનસભામાં મોદીએ કહ્યું કે, આજે કર્ણાટક માટે રૂ. ૧,૦૦૦ કરોડની પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પહેલાં રાયચૂરમાં માત્ર અઢી એકર જમીનમાં પેટ્રલો ડેપો ફેલાયું હતું હવે તેનું ૫૬ એકરથી વધારે જમીનમાં વિસ્તરણ થયું છે. ૫૬ શબ્દ સાંભળતા જ કોંગ્રેસ વાળાઓની ઉંઘ ઉડી જાય છે.

રેલીમાં મોદીએ કહ્યું કે, ગઈ વખતે ચૂંટણી વખતે તમારી વચ્ચે આવ્યો હતો. ત્યારે તમને કહ્યું હતું કે, સામાન્ય જનતાના વિકાસમાં કોઈ કસર બાકી નહીં રાખું. જ્યારથી તમે પ્રધાન સેવકને દાયિત્વ સોંપ્યું છે ત્યારથી કેન્દ્ર સરકાર કર્ણાટક માટે ઘણાં કામ કરી રહી છે. કોંગ્રેસે કલબુર્ગી સાથે જોડાયેલી ઘણી યોજનાઓને વર્ષો સુધી લટકાવીને રાખી હતી તેને અમારી સરકારે પૂરી કરી છે. કલબુર્ગી રેલ લાઈનને અમારી સરકારે સમર્પિત કરી છે. ઘણાં નેશનલ હાઈવેને મોટા કર્યા છે.

મોદીએ કહ્યું, મેં ખેડૂત સન્માન નિધિનો પહેલો હપતો પણ આપી દીધો છે. તે ૧.૫ કરોડ ખેડૂતોને મળી પણ ગઈ છે. જેમને માત્ર રાજકારણ કરવું છે તેમનો ખેડૂતોનું ભલુ કરવાનો કોઈ ઈરાદો નથી. અમુક રાજ્ય સરકારોને લાગે છે કે, તેમની હાજરીમાં જો ખેડૂતોના ખાતામાં રૂ. ૨,૦૦૦ પહોંચી ગયા તો લોકો મોદી-મોદી કરવા લાગશે. અને તેથી કર્ણાટકની સરકાર અહીંની નજતા સાથે દગો કરીને તેમને આ યોજનાનો લાભ નથી આપતી.

કર્ણાટકના રિમોટ કંટ્રોલ મુખ્યમંત્રીએ હજી સુધી કેન્દ્ર સરકારને ખેડૂતોનું લિસ્ટ નથી મોકલ્યું. કર્ણાટકનો કોઈ પણ ખેડૂત આ ખેડૂત વિરોધી સરકારને ક્યારેય માફ નહીં કરે. હું તેમને કહેવા માંગુ છું કે, જો તેઓ ખેડૂતોના હિતમાં વચ્ચે દિવાલ બનીને ઉભા રહેશે તો ખેડૂતોને તે દિવાલ પાડી દેતા વાર નહીં લાગે. વંશવાદ કરતા લોકોની આ જ ઈચ્છા છે કે તેઓ ગરીબોના વોટ લઈ ગયા પછી તેમને ભૂલી જાય છે.

માત્ર પોતાના પરિવારની રાજનીતિ કરતાં નેતાઓને ભારતની નવી નીતિ પસંદ નથી આવી રહી. તેમના સ્વાર્થ સિદ્ધ થઈ શકે તે માટે તેઓ દેશની મજબૂત સરકારથી ડરે છે. આજે કર્ણાટકમાં મજબૂત સરકાર બની છે તો તમે જોઈ શકો છો કે શું થઈ રહ્યું છે.

કર્ણાટકનું કઈ ખરાબ થયું તો શું દેશનું ખરાબ થવું જોઈએ? તેથી હું તમને કહેવા આવ્યો છું કે, નાની ભૂલ કર્ણાટકનું ખૂબ વધારે નુકસાન કરી શકે છે. કોઈક વખત નાની ભૂલ પણ મોંઘી પડી જાય છે. તમે જોઈ શકો છો કે બહુમતીવાળી સરકાર કેવી મજબૂતીથી આગળ વધી શકે છે. પૂર્ણ ન હોત તો કર્ણાટક સરકારની જેમ ચાલતી. તે લોકો મોદીને હટાવવાની મહેનત કરી રહ્યા છે અને હું આતંકવાદ હટાવવા માટે મહેનત કરી રહ્યો છું.

Previous articlePM મોદીના રાજમાં બેરોજગારીએ માઝા મૂકી : ૨.૫ વર્ષનો રેકોર્ડ તોડ્યો
Next articleપરીક્ષા સમયે યાદ રાખવા જેવી વાત