રાણપુરના કુંડલી ગામે પ્રાથમિક શાળા અને હાઇ.માં તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ યોજાયો

714

બોટાદ જીલ્લાની સ્કુલ,કોલેજ અને શાળા ના વિદ્યાર્થીઓ તમાકુ ના વ્યસન થી દુર રહે તમાકુના વ્યસનથી લોકજાગૃતિ આવે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.ઓ.માઢક અને ઇ.એમ.ઓ.ડૉ. ચૌહાણના માર્ગદર્શન થી બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના કુંડલી સરકારી માધ્યમિક શાળા અને શારદા વિનાયક હાઇસ્કુલમાં તમાકુ મુકત શાળા બને તેં માટેની પ્રવૃતિ કરવામાં આવી હતી.

જેમા બાળકો સાથે તમાકુ વિશેની સપ્તધારા થી સ્વાસ્થ્ય અંતર્ગત ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત-ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમા પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમને સફળ બનાવવા સરકારી માધ્યમિક વિભાગના આચાર્ય હાર્દીકભાઈ દવે અને લાલજીભાઇ પટેલ તેમજ નિમાવત અર્જુનભાઈ દ્રારા આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

 

Previous articleબરનીયા પ્રા.શાળાના બાળકોએ શહિદ પરિવાર માટે ફંડ એકત્ર કર્યુ
Next articleજાફરાબાદ તા.પં.માં ભરતસિંહ વાઘેલાની ટીડીઓ તરીકે નિમણુંક