ભાવ. પોલીસ કર્મચાર્રીઓને આવાસની ભેટ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

925

ભાવનગર શહેર ખાતે નવાપરા પોલીસ લાઈન ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા કક્ષા બી-૨૦૦ ના પોલીસ કર્મચારીઓના રહેણાંકના મકાનો રૂ।- ૨૩ કરોડ ૭૩ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ભાવનગર શહેર તેમજ જિલ્લા પોલીસની વિવિધ કચેરીઓના કર્મચારીઓને રહેવા માટે મકાનો ફાળવવામાં આવ્યાં છે. આ કર્મચારીઓના હાજર મહેકમના પ્રમાણમાં પૂરતાં મકાનો ન હોઈ, પોલીસ આવાસ નિગમ દ્વારા બહુમાળી સ્વરૂપે કક્ષા બી-૨૦૦નાં મકાનો બનાવી કબ્જો સોંપાતા પોલીસ કર્મચારીઓનો રહેણાકનો પ્રશ્ન ઉકેલાયો છે. આ નવા બહુમાળી આવાસોમાં પોલીસકર્મીઓ માટે પાર્કિંગની સુવિધા, બગીચાઓ, ફાયર ફાઇટર, એક ટાવરમાં બે લિફ્ટ, જનરેટર સહિતની સુવિધાઓનો સમાવેશ કરાયો છે.

આ નવનિર્મિત આવાસોમાં કોન્સ્ટેબલો માટે કક્ષા-બીના ૮૪૦ આવાસ, પોલીસ ઇન્સ્પેક્ટરો માટે કક્ષા-સીના ૨૮ આવાસ તથા પોલીસ ઇન્સ્પેક્ટરો માટે કક્ષા-ડીના ૨૨ આવાસ તથા નાયબ પોલીસ અધિક્ષક માટે કક્ષા-ઈના એક આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે ભાવનગર શહેર ખાતે ભરતનગર અર્બન પોલીસ સ્ટેશનનું બાંધકામ પ્રગતિમાં છે તેમજ ભવિષ્યમાં પાલિતાણા ખાતે કક્ષા બી-૪૮, ભાવનગરની વિદ્યાનગર પોલીસ લાઈન ખાતે બી-૧૨૦, વરતેજ પોલીસ લાઇન ખાતે કક્ષા બી-૩૨ અને સી-૧, સોનગઢ ખાતે બી-૧૬ અને સી-૧ આવાસોનું નિર્માણ કરવામાં આવશે.

Previous articleઅપહરણનાં ગુનાનાં આરોપીઓને ઝડપી લેતી ભરતનગર પોલીસ
Next articleધો.૧૦ની પરીક્ષામાં ૭૮૨ વિદ્યાર્થીઓ ગેરહાજર