ઘોઘાસર્કલ અકવાડા વોર્ડમાં દેશીકુળનાં વૃક્ષોનું વૃક્ષારોપણ

152

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનને ૨૦ વર્ષ પૂર્ણ થયાં માટેના કાર્યક્રમ અમૃત મહોત્સવ અંતર્ગત આપણે ગાંધી સપ્તાહ ઉજવી રહ્યા છીએ, જે અનુસંધાને દેશીકુળના અને વિવિધ પક્ષીઓ અને જીવજંતુઓ માટે કાયમી અન્નક્ષેત્ર કહેવાય છે એવા વૃક્ષો પીપળો, વડલો, આમલી, ઉમરો, વિગેરે ૧૦૦ જેટલા ૧૦ થી ૧૨ ફુટ ની ઊંચાઈના વૃક્ષો વાવ્યા હતા એ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી અને ૧૦૪ વિધાનસભાના ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર કીર્તિબેન, નેતા બુધાભાઈ ગોહિલ, નગરસેવક અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય કુલદીપભાઈ પંડ્યા, નગરસેવિકા મૃદુલાબેન પરમાર, નગરસેવિકા મનિષાબેન વાઘેલા, બક્ષીપંચ મોરચાના શહેરના અધ્યક્ષ ભલાભાઇ આહીર, બળદેવ ચુડાસમા, ડીડી ગોહેલ, હિંમતભાઈ સરપંચ સહિતનો વરિષ્ઠ આગેવાનની ઉપસ્થિતિમાં ઘોઘાસર્કલ અકવાડા વોર્ડ નં૧૩ માં વૃક્ષારોપણ કાર્યક્રમ વોટરવર્કસ વિભાગ, કાર્યપાલક ઇજનેર દેવમુરારિ સહયોગથી સીટીએન્જીનીયર પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.